+

Paris Olympics 2024 : ગુજરાતના આ બે ખેલાડીઓ જે ટેબલ ટેનિસમાં ભારતને અપાવી શકે છે મેડલ

Paris Olympics 2024 : ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર (Harmeet Desai and Manav Thakkar) પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા…

Paris Olympics 2024 : ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર (Harmeet Desai and Manav Thakkar) પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Table Tennis Federation of India) એ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે પુરુષોની ટીમ માટે તેની પસંદગીની જાહેરાત કરી છે. આ ઈવેન્ટ 26 જુલાઈથી શરૂ થવાની છે, જે ટેબલ ટેનિસ (Table Tennis) માટેની ટીમ ઈવેન્ટમાં ભારતની શરૂઆત કરશે. રાજકોટના માનવ ઠક્કર અને સુરતના હરમીત દેસાઈ તરફથી ભારતને ઘણી આશાઓ છે કે તેઓ દેશને મેડલ જીતીને આપશે. આ બંને ખેલાડીઓ ડબલ્સમાં એકબીજાના પૂરક છે, એકસાથે અનેક ટાઇટલ જીત્યા છે.

માનવ ઠક્કરની કારકીર્દી

સુરતમાં રહેતા માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં પોતાની ઉજળી કારકીર્દી બનાવી છે, મંઝિલ સુધી પહોંચવા માનવે કઠોર મહેનત કરી છે, માત્ર 5 વર્ષની ઉંમરેથી જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લેનાર માનવે દમદાર પ્રદર્શન કરી અત્યાર સુધીમાં ઢગલો મેડલ મેળવ્યા છે, 8 વર્ષના બાળકો તો ગલી ક્રિકેટ રમતા હોય છે, તે ઉંમરમાં પણ માનવ સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો. ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ડિયન ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં રમતી જોવા મળશે. જે શક્ય બન્યું છે, સુરતના બે યુવાન ખેલાડીઓ માનવ ઠક્કર અને હરમિત દેસાઈના યોગદાનને લીધે. ઉંચા આત્મવિશ્વાસ સાથે આગળ વધનાર માનવ ઠક્કર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદુત યોજનાનો ખેલાડી છે. શક્તિદુત યોજનામાં વર્ષ 2014-15માં જોડાયેલા માનવ હાલ A કેટેગરીમાં આવે છે. મેન્સ સિંગલ્સમાં દેશમાં 2 રેન્ક પર આવતા માનવે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં પણ 13 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પણ 2 ગુજરાતીઓ દેશ માટે મેડલ મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે.

હરમીત દેસાઈ

હરમીત દેસાઈએ 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેના પિતાએ ટેબલ ખરીદ્યું અને તેની સાથે રમવાનું શરૂ કર્યું. બાદમાં તેણે 5 વખતના વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયન પીટર કાર્લસન સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું અને રમતમાં ઊંડો રસ કેળવ્યો. કાર્લસનના માર્ગદર્શન હેઠળ, હરમીતે અંડર-15 કેટેગરીમાં વર્લ્ડ જુનિયર સર્કિટ તાઇયુઆન ઓપનમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક (બ્રોન્ઝ) જીત્યો. તે પછી, હરમીતે ખંડીય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા. 2019 માં, તેણે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી અને આવું કરનાર ગુજરાતનો પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બન્યો. તે જ વર્ષે તેમને અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. WTT કન્ટેન્ડર્સ લાગોસ 2023માં, હરમીતે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવા માટે મેન્સ સિંગલ્સમાં વિશ્વના નંબર 12 જંગ વૂજિન અને વિશ્વના નંબર 26 જિયાંગ પેંગને હરાવીને તેની કારકિર્દીની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. મે 2024માં, હરમીત અને યશસ્વિનીએ WTT સાઉદી સ્મેશમાં અલવારો અને મારિયાની વિશ્વ ક્રમાંકિત નંબર 5 જોડી સામે જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હરમીતની પસંદગી પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024 : શૂટિંગમાં પોતાનો દમખમ દેખાડશે ગુજરાતની આ ખેલાડી

Whatsapp share
facebook twitter