Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો 128 વર્ષ જૂના Olympic ના ગૌરવશાળી ઈતિહાસ વિશે

12:49 PM Jul 24, 2024 | Hardik Shah

Paris Olympics 2024 : બે દિવસ પછી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે અમે આજે તમને ઓલિમ્પિકનો શું ઈતિહાસ (History) છે તેનાથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ. આધુનિક ઓલિમ્પિક રમતો (Modern Olympic Games) ની શરૂઆત 128 વર્ષ પહેલા એટલે કે 1896માં ગ્રીસની રાજધાની એથેન્સમાં થઇ હતી. જોકે, પ્રાચીન ઓલિમ્પિક રમતો (Ancient Olympic Games) ની વાત કરીએ તો તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 1200 વર્ષ પહેલા યોદ્ધા-એથ્લેટ્સ વચ્ચે કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં, શાંતિપૂર્ણ સમયગાળા દરમિયાન યોદ્ધાઓ વચ્ચેની સ્પર્ધા સાથે રમતોનો વિકાસ થયો હતો. પ્રારંભિક સમયગાળામાં, દોડ, બોક્સિંગ, કુસ્તી અને રથ દોડ લશ્કરી તાલીમનો ભાગ હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા યોદ્ધાઓએ સ્પર્ધાત્મક રમતોમાં તેમની કુશળતા દર્શાવી હતી.

ઓલિમ્પિકનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો

ઓલિમ્પિક ગેમ્સનો ઈતિહાસ ઘણો જૂનો છે. પ્રાચીન સમયમાં, તેનું આયોજન 1896 માં ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક નામ તેને માઉન્ટ ઓલિમ્પિયા પર રમાતી હોવાના કારણે અપાવયું હતું. દરમિયાન ઓલિમ્પિકમાં રાજ્યો અને શહેરોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સમયે ઓલિમ્પિકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન શહેરો અને રાજ્યો વચ્ચેની લડાઈઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ રમતોમાં લડાઈ અને ઘોડેસવારી ખૂબ જ લોકપ્રિય રમતો હતી. પરંતુ તે પછી પણ વર્ષો સુધી ઓલિમ્પિક ચળવળ આકાર લઈ શકી નહીં. આ બધી સમસ્યાઓ – સુવિધાઓનો અભાવ, ઇવેન્ટનું આયોજન કરવાની સમસ્યા અને ખેલાડીઓની ઓછી ભાગીદારી હોવા છતાં – ઓલિમ્પિક્સ ધીમે ધીમે તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ. પ્રાચીન ઓલિમ્પિક 776 BC માં શરૂ થયું હોવાનું માનવામાં આવે છે.

પ્રાચીનથી આધુનિક ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ

એથેન્સ ઓલિમ્પિક ગેમ્સની વાત કરીએ તો તેમા માત્ર 14 દેશના 200 લોકોએ 43 ઈવેન્ટમાં ભાગ લીધો હતો. 1896 પછી, પેરિસને ઓલિમ્પિકની યજમાની કરવા માટે રાહ જોવી ન પડી અને આખરે 1900માં તેને તક મળી. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ઓલિમ્પિકમાં ઘણી રમતો રમાતી હતી. આ દરમિયાન બોક્સિંગ, કુસ્તી અને ઘોડેસવારી જેવી રમતો રમાતી હતી. તે સમયે જે ખેલાડીઓ વિજેતા બનતા હતા તેમને પ્રતિમાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવતું હતું. મહત્વનું છે કે, ઓલિમ્પિક રમતો દર 4 વર્ષે રમાતી હોય છે. દર ચાર વર્ષે યોજાતી ઓલિમ્પિક રમતોનું વર્ષ ઓલિમ્પિયાડ તરીકે પણ ઓળખાતું હતું. ઓલિમ્પિક ગેમ્સ એ આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત એક બહુ-રમત સ્પર્ધા છે. આ ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. અન્ય દંતકથા અનુસાર, હર્ક્યુલસે ઝિયસના માનમાં ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવ્યું હતું. ઓલિમ્પિક રમતોની લોકપ્રિયતા છઠ્ઠી અને પાંચમી સદીમાં તેની ટોચે પહોંચી હતી. પરંતુ પાછળથી, ગ્રીસ રોમન સામ્રાજ્યની વધતી શક્તિથી ખૂબ પ્રભાવિત થયું અને ધીમે ધીમે ઓલિમ્પિક રમતોનું મહત્વ ઘટવા લાગ્યું.

ઓલિમ્પિક્સનું પતન અને પુનરુત્થાન

રાજકીય ફેરફારો અને ખ્રિસ્તી ધર્મના ઉદયને કારણે પ્રાચીન ઓલિમ્પિક્સનું પતન થયું, જે મૂર્તિપૂજક તહેવારોને પ્રતિકૂળ રીતે જોતા હતા. 393 AD માં સમ્રાટ થિયોડોસિયસ I દ્વારા રમતોને સત્તાવાર રીતે નાબૂદ કરવામાં આવી હતી. ઘણી સદીઓ પછી, 19મી સદીના અંતમાં પિયર ડી કુબર્ટિન દ્વારા ઓલિમ્પિક ભાવનાને પુનર્જીવિત કરવામાં આવી હતી, જેનો હેતુ રમતો દ્વારા શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ 1896માં એથેન્સમાં યોજાઈ હતી, જેણે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ માટે નવા યુગની શરૂઆત કરી હતી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ની સ્થાપના રમતોના સંગઠન અને વિકાસની દેખરેખ માટે કરવામાં આવી હતી. ત્યારથી, ઓલિમ્પિક્સ નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે, દરેક પુનરાવર્તન સાથે વધુ રમતો, દેશો અને રમતવીરો ઉમેરે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 : ગુજરાતના આ બે ખેલાડીઓ જે ટેબલ ટેનિસમાં ભારતને અપાવી શકે છે મેડલ