Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympics 2024: બેડમિન્ટનમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 2 ભારતીયો વચ્ચે મુકાબલો

07:33 AM Aug 01, 2024 | Hiren Dave
  • બેડમિન્ટન ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
  • 2 ભારતીયો વચ્ચે થશે મુકાબલો 
  • મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલ

 

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympics 2024)ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં, એચએસ પ્રણોયે લી ડ્યુક ફાટને હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. તેણે મેચ 2-1થી જીતી લીધી હતી. જ્યારે તે પહેલો સેટ હારી ગયો હતો. જે બાદ તેણે જોરદાર વાપસી કરી અને મેચ જીતી લીધી. હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો લક્ષ્ય સેન સામે થશે.

 

 

પ્રથમ સેટમાં હારી ગયો હતો

એચએસ પ્રણોય પ્રથમ સેટમાં પોતાની લયમાં જોવા મળ્યો ન હતો. વિયેતનામના ખેલાડીએ પ્રથમ સેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. પ્રણોયે ઘણી ભૂલો પણ કરી, જેનું પરિણામ તેણે સેટ ગુમાવીને ચુકવવું પડ્યું. તેણે પહેલો સેટ 16-21થી ગુમાવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે આસાનીથી મેચ હારી જશે. પરંતુ તે પછી બીજા સેટમાં તેણે શાનદાર વાપસી કરી અને પોતાની ક્લાસ બતાવી અને જોરદાર રમત રજૂ કરી. બીજા સેટમાં પ્રણોયે 21-11થી જીત મેળવીને મેચનો સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.

 

આ પછી, તેણે ત્રીજા સેટમાં તોફાની શરૂઆત કરી અને લીડ લેવાનું શરૂ કર્યું. ત્રીજા સેટમાં તેણે વિયેતનામના લી ડ્યુક ફાટને 21-12થી હરાવ્યો અને સેટની સાથે જ મેચ પણ જીતી લીધી. આ મેચ જીતીને તે પ્રી કાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. જ્યાં તે ભારતના લક્ષ્ય સેન સાથે લડતો જોવા મળશે. આવી સ્થિતિમાં માત્ર એક ભારતીય ખેલાડી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકશે.

 

લક્ષ્ય સેને જોનાથન ક્રિસ્ટીને હરાવ્યા

લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું અને ઈન્ડોનેશિયાના શ્રેષ્ઠ ખેલાડી જોનાથન ક્રિસ્ટીને સતત બે સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. લક્ષ્ય, જે પ્રથમ સેટની શરૂઆતમાં થોડો પાછળ હતો, તેણે પાછળથી પુનરાગમન કરીને તેને 21-18થી જીતી લીધો. બીજા સેટમાં લક્ષ્યે જોનાથનને કમબેક કરવાની કોઈ તક આપ્યા વિના 21-12થી જીતી લીધી હતી.

આ પણ  વાંચો –Paris Olympics2024 : તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન, રાઉન્ડ ઓફ 64માં મળી હાર

આ પણ  વાંચો –paris olympics 2024:ટેબલ ટેનિસમાં ભારતેને મળી નિરાશા, મનિકા બત્રાને મળી હાર

આ પણ  વાંચો Anshuman Gaikwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન