- Paris Olympic 2024 નો બારમો દિવસ
- જેવલિન થ્રો અને હૉકીમાં મેડલની આશા
- ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે કર્યા
Paris Olympic 2024: પેરિસ ઓલમ્પિક(Paris Olympic 2024)માં 12 દિવસ બાદ ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે કર્યા છે. જે શૂટિંગની અલગ અલગ ઇવેન્ટમાં આવ્યા છે. 12માં દિવસે તમામ ભારતીય ફેન્સને આશા હતી કે વિનેશ ફોગાટ મેડલ જીતવામાં સફળ થશે પરંતુ તેને ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ઓવરવેટને કારણે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.
ભારતીય હોકી ટીમની સ્પેન સામે ટકરાશે
મીરાબાઇ ચાનૂ પણ વેટલિફ્ટિંગ ઇેવન્ટમાં ચોથા સ્થાને રહી હતી. હવે પેરિસ ઓલમ્પિકના 13માં દિવસે 2 ઇવેન્ટ પર તમામની નજર રહેવાની છે જેમાં એક નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટમાં ફરી ગોલ્ડ મેડલ જીતવાની આશા છે જ્યારે હૉકીમાં બ્રૉન્ઝ મેડ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્પેનની ટીમ સામે થશે.
𝗗𝗔𝗬 𝟭𝟯 𝗮𝗻𝗱 𝗮 𝗴𝗿𝗲𝗮𝘁 𝗰𝗵𝗮𝗻𝗰𝗲 𝘁𝗼 𝗮𝗱𝗱 𝟮 𝗺𝗲𝗱𝗮𝗹𝘀! As we move on to day 13 of #Paris2024, here are some key events lined up for tomorrow
The Indian men’s hockey team stands a chance at bringing home yet another Bronze medal for India as they… pic.twitter.com/H3lmC5OWqk
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 7, 2024
ભારતીય હૉકી ટીમ પાસે બ્રૉન્ઝ મેડલની આશા
પેરિસ ઓલમ્પિકમાં ભારતીય હૉકી ટીમે પોતાના પ્રદર્શનથી તમામ ફેન્સને પ્રભાવિત કર્યા છે પરંતુ તેને સેમી ફાઇનલ મેચમાં જર્મનીની ટીમે 3-2થી હરાવી હતી. એવામાં હવે બ્રૉન્ઝ મેડલ જીતવાની આશા ફેન્સ કરી રહ્યાં છે જ્યાં ટીમનો મુકાબલો સ્પેન સામે થશે. આ સિવાય રેસલિંગમાં અમન સેહરાવત અને અંશુ મલિક પણ એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાની મેડલ ઇવેન્ટ 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 11.55 પર શરૂ થશે.
ભારતનું પેરિસ ઓલમ્પિકમાં 8 ઓગસ્ટનો કાર્યક્રમ
- મહિલા ગોલ્ફ સિંગલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2- અદિતિ અશોક અને દીક્ષા ડાગર- ભારતીય સમય અનુસાર બપોરે 12.30
- એથલેટિક્સમાં મહિલા 100 મીટર હર્ડલ્સ રેપચેજ રાઉન્ડ- જ્યોતિ યારાજી- ભારતીય સમય અનુસાર બપોરે 2.05
- રેસલિંગમાં મેન્સ 57 કિલોગ્રામ કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16- અમન સહરાવત વિરૂદ્ધ વ્લાદિમીર એગોરોવ-ભારતીય સમય અનુસાર 2.30
- રેસલિંગમાં મહિલા 57 કિલોગ્રામ કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16-અંશુ મલિક વિરૂદ્ધ હેલેન મારોલિસ- ભારતીય સમય અનુસાર બપોરે 2.30
- હૉકી બ્રૉન્ઝ મેડલ મેચ- ભારત વિરૂદ્ધ સ્પેન- ભારતીય સમય અનુસાર સાંજે 5.30
- જેવલિન થ્રો મેડલ ઇવેન્ટ- નીરજ ચોપરા- ભારતીય સમય અનુસાર 11.55