- પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ
- પેરાલિમ્પિકના 7 દિવસમાં ભારતના ખાતામાં કુલ 24 મેડલ આવ્યા
- આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે
Paralympics: આજે પેરિસ પેરાલિમ્પિક્સ ( Paralympics)2024નો આઠમો દિવસ છે. આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં તેમના પડકારો રજૂ કરતા જોવા મળશે. કપિલ અને કોકિલા બ્લાઈન્ડ જુડોની સ્પર્ધામાં પોતાની તાકાત બતાવવા જઈ રહ્યા છે. આ સિવાય હરવિંદર સિંહ અને પૂજા આજે તીરંદાજી અભિયાનને ભવ્ય રીતે સમાપ્ત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, તીરંદાજીમાં સાતમા દિવસે હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે ફરી તેની પાસેથી આવા શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
ભારત પાસે કુલ 24 મેડલ
પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે 2 મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હતો. હવે ભારત પાસે કુલ24 મેડલ છે. એથ્લેટ્સ હજુ પણ આ સંખ્યામાં વધુ વધારો કરવા માંગે છે. ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી ચૂક્યા છે. ટોક્યોમાં પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા.
Day 8 at the Paris Paralympics 2024!
Sidhartha Babu & Mona Agarwal will compete in the Mixed 50m Rifle Prone SH1 event.
Pooja & Harvinder Singh will aim for another medal in archery.
Our judo stars are ready to step onto the mat, with their sights set on bringing… pic.twitter.com/fejJMINSy2
— The Bharat Army (@thebharatarmy) September 4, 2024
આ પણ વાંચો –Paris Paralympics 2024 : તિરંદાજીમાં હરવિંદર સિંઘે રચ્યો ઈતિહાસ, જીત્યો Gold Medal
આઠમા દિવસે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શેડ્યૂલ
શૂટિંગ માટે
- સિદ્ધાર્થ બસુ અને મોના અગ્રવાલ મિશ્રિત 50 મીટર રાઇફલ પ્રોન SH1 લાયકાત (1pm)
- સિદ્ધાર્થ બસુ અને મોના અગ્રવાલ મિશ્રિત 50 મીટર રાઇફલ પ્રોન એસએચ1 ફાઇનલ (3:15 કલાકે)
પેરા તીરંદાજી
- પૂજા અને હરવિન્દર સિંહ મિશ્રિત ટીમ રિકર્વ ઓપન 1/8 એલિમિનેશન મેચ (1:50 PM)
આ પણ વાંચો –Paralympics: એથ્લેટિક્સમાં ભારતને 8 મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે
પેરા જુડો
- કોકિલા મહિલા -48 કિગ્રા જે2 ક્વાર્ટર ફાઇનલ્સ (બપોરે 2)
- કપિલ પરમાર મેન્સ -60 કિગ્રા J1 ક્વાર્ટર ફાઇનલ્સ (2:15 pm)
પેરા એથ્લેટિક્સ
- સિમરન મહિલા 100 મીટર – T12 સેમિફાઇનલ (3:10 pm)
- સિમરન વિમેન્સ 100 મીટર – T12 ફાઇનલ (જો લાયક હોય તો) (10:47 PM)
- અરવિંદ મેન્સ શોટ પુટ – F35 ફાઈનલ (રાત્રે 11:49)
પાવરલિફ્ટિંગ માટે
- અશોક મેન્સ 65 કિગ્રા ફાઇનલ (રાત્રે 10:05)