- પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ
- ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં ભાગ લેશે
- 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે
પેરિસમાં (Paris) ઓલિમ્પિક ગેમ્સ 2024 નું (Olympic Games 2024) આયોજન કરાયું છે, જેમાં ભારતનાં ખાતામાં અત્યાર સુધી 3 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. ત્યારે, હવે પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 નું (Paralympics Games 2024) પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાંથી ખેલાડીઓ ભાગ લેવાનાં છે. ગુજરાતનાં 5 દિવ્યાંગ ખેલાડી પેરિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજાશે.
આ પણ વાંચો – Diamond Burse : ‘ગાંધીના ગુજરાત’ માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!
ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં લેશે ભાગ
પેરિસમાં હવે ગુજરાતના ખેલાડીઓ રાજ્ય અને દેશનું ગૌરવ વધારશે. પેરિસમાં (Paris) 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 નું (Paralympics Games 2024) આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતનાં 5 દિવ્યાંગ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, ભાવના પટેલ (Bhavna Patel) પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં ભાગ લેશે. ભાવના પટેલ પેરાલિમ્પિક્સ ટોક્યો 2020 માં સિલ્વર મેડેલ અને એશિયન ગેમ્સમાં (Asian Games) સિલ્વર મેડલ વિજેતા રહ્યા છે. જ્યારે, સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 3 ભાગ લેશે.
આ પણ વાંચો – Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ
સારા દેખાવની ખેલાડીઓએ વ્યક્ત કરી આશા
ઉપરાંત, ભાવના ચૌધરી (Bhavna Chowdhury) એફ 46 કેટેગરીમાં જેવલિન થ્રોમાં ભાગ લેશે. નિમિષા CSF 46 કેટેગરી લોન્ગ જમ્પમાં પોતાની પ્રતિભા બતાવશે. આ સિવાય, નિમિષા CSF 46 કેટેગરી લોન્ગ જમ્પમાં હિસ્સો લેશે. જ્યારે, રાકેશ ભટ્ટ (Rakesh Bhatt) T 37 કેટેગરીનાં 100 મીટરમાં ભાગ લેશે. ગુજરાતનાં ખેલાડીઓએ સારા દેખાવની આશા વ્યક્ત કરી છે. ગત પેરાલિમ્પિક્સ કરતાં વધુ મેડલ દેશ માટે જીતવાનો વિશ્વાસ ખેલાડીઓએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો – Jamnagar : વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1 વ્યક્તિનું મોત