+

GODHRA : પીપળીયા ગામે યુવક ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતા ફફડાટ

GODHRA : GODHRA તાલુકાના પીપળીયા ગામે ખેતરમાં જઈ રહેલા યુવક ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે દીપડાએ અચાનક હુમલો કર્યા બાદ યુવક અને તેના …

GODHRA : GODHRA તાલુકાના પીપળીયા ગામે ખેતરમાં જઈ રહેલા યુવક ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે દીપડાએ અચાનક હુમલો કર્યા બાદ યુવક અને તેના  સાથી મિત્રોએ  પ્રતિકાર કરતાં દિપડો યુવકના પગમાં અને શરીર ના અન્ય ભાગે બચકું ભરી ઈજા પહોંચાડી જંગલ તરફ ભાગી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે GODHRA સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. દીપડાને અન્ય કોઈ વ્યક્તિ ઉપર ફરીવાર હુમલો કરવાની દહેશત વચ્ચે સ્થાનિકોમાં પાંજરા ગોઠવી દીપડાને વન વિભાગ દ્વારા પકડવામાં આવી માંગ ઉઠી છે.

GODHRA તાલુકાના પીપળીયા ગામે રહેતાં પ્રવિણસિંહ પરમાર અને તેમના અન્ય સાથીઓ ગામમાં આવેલી પાનમ નદી કિનારે આવેલા ખેતરમાં જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પ્રવીણસિંહ પરમાર  ઉપર દીપડાએ પાછળના ભાગેથી હુમલો કર્યો હતો. એ વેળાએ તેઓના સાથી મિત્રોએ બુમરાણ મચાવી દીપડા નો પ્રતિકાર કર્યો હતો. દીપડાને ભગાવવાની કોશિશ કરતાં દિપડાએ ભાગતી  વેળાએ પ્રવિણસિંહના પગમાં અને સાથળના ભાગે ઇજાઓ પહોંચાડી જંગલ તરફ ભાગી ચુક્યો હતો.

જોકે ઇજાગ્રસ્ત પ્રવિણસિંહને તાત્કાલિક તેઓના સાથી મિત્રો સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. સ્થાનિકોમાં દીપડો અન્ય કોઈપણ વ્યક્તિ ઉપર હુમલો કરવાની હાલ તો ભીતિ  સેવાઇ રહી છે જેથી વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે .ઉલ્લેખનીય છે કે દીપડાનો પ્રતિકાર કરતાં પ્રવિણસિંહનો દીપડો વધુ ઇજાગ્રસ્ત કરે એ પૂર્વે આબાદ બચાવ થયો હતો.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો : KUTCH : યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટે કરાયું ખાસ સ્પર્ધાનું આયોજન

Whatsapp share
facebook twitter