+

Palsana Raped Case Update: સુરતના ગામમાં 11 વર્ષીય બાળકીને પીંખી નાખનાર બે નરાધમ ઝડપાયા

Palsana Raped Case Update: તાજેતરમાં સુરત (Surat) તાલુકાના તાંતિથૈયા ગામમાંથી અવારૂ સ્થળ પર 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ ઘટના બાદ તાલુકા સહિત રાજ્યભરમાં ચકચાર મચી પડી…

Palsana Raped Case Update: તાજેતરમાં સુરત (Surat) તાલુકાના તાંતિથૈયા ગામમાંથી અવારૂ સ્થળ પર 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ ઘટના બાદ તાલુકા સહિત રાજ્યભરમાં ચકચાર મચી પડી હતી. ત્યારે આ મામલે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

  • 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો હતો
  • પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું
  • બે નરાધમો બાળકીને પીંખી નાખી હતી

Palsana Raped Case Update

11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો હતો

જોકે તાલુકાના તાંતિથૈયા ગામમાં એક સપ્તાહ અગાઉ બાળકી ફળિયામાંથી ગુમ થઈ ગઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે પરિવારજનો અને કડોદરા પોલીસ (Police) દ્વારા આજુબાજુના તમામ સ્થળો અને ગામમાં બાળકની શોધખોળ જોરશોરથી કરી હતી. ત્યારે 11 વર્ષીય બાળકીનો મૃતદેહ તાંતિથૈયા ગામમાં આવેલી એક અવારૂ સ્થળ પર મળી આવ્યો હતો.

પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું

Palsana Raped Case Update

ત્યારે બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને પીએમ (Post Mortem Report) અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે લાંબી તપાસ બાદ બાળકી સાથે દુષ્કર્મ (Raped) થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે પીએમ રિપોર્ટ (Post Mortem Report) બાદ પોલીસે વહેલી તકે નરાધમોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

બે નરાધમો બાળકીને પીંખી નાખી હતી

ત્યારે પોલીસે ગામની એક સોસાયટીમાં રહેતા બે નરાધમો ઝડપાયા હતા. આ બંને નારાધમોએ જણાવ્યું હતું કે, જ્યારે સાંજના સમયે તેઓ ઘટના સ્થળની બાજુમાં બેસેલા હતા. ત્યારે બાળકી આંબલી તોડવા માટે આવી હતી. તે સમયે તેમણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકી સ્થાનકિ વિસ્તારની હોવાને કારણે બંનેએ બાળકીને ગળું દબાવીને હત્યા કરી હતી. અંતે પોલીસે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પલસાણાના તાતીથૈયામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

આ પણ વાંચો: Kheda Violence: ગળતેશ્વર તાલુકાના માલવણ ગામમાં એક કોમના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

Whatsapp share
facebook twitter