PAKISTAN : PAKISTAN માં એક 7 વર્ષની હિન્દુ છોકરી ગુમ થતા હડકંપ મચ્યો છે. આજથી ત્રણ વર્ષ પહેલા મોહરમના તહેવારના દરમિયાન 7 વર્ષીય પ્રિયા કુમારી સાથે એવી ઘટના બની હતી, જેને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. પ્રિયા કુમારી મોહરમના તહેવારમાં શરબત વહેંચતી હતી અને તેના બાદ આજે ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ પ્રિયાને તે દિવસ બાદથી તેના માતા પિતા જોઈ શક્યા નથી. પ્રિયા કુમારી છેલ્લા ત્રણ વર્ષથી ગુમ છે. પ્રિયાના ગુમ થવાની વાતને યાદ કરીને આજે તેના માતા પિતા ડરી જાય છે. પ્રિયા કુમારી સાથે આ ઘટના 2021માં PAKISTAN ના સિંધ પ્રાંતમાં બની હતી. પ્રિયાના માતા – પિતા આજે પણ કરાચી શહેરમાં તેમની પુત્રીને શોધવા માટે માંગ કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
7 વર્ષીય પ્રિયા કુમારી અચાનક મહોરમના દિવસે શરબત વહેંચતા ગુમ થઈ
પાકિસ્તાનમાં રહેતી 7 વર્ષીય પ્રિયા કુમારી અચાનક મહોરમના દિવસે શરબત વહેંચતા ગુમ થઈ જાય છે. તેને ગુમ થયાને પણ આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો પણ હજી સુધી તેનો કોઈ અતોપતો નથી. પ્રિયા કુમારીના પિતા તે ઘટના વિશે વાત કરતાં જણાવે છે કે, તેમની પુત્રી પ્રિયા કુમારી 7 વર્ષની હતી. તે 19મી ઓગસ્ટ 2021 હતી. સિંધ પ્રાંતના સુક્કુર પાસેના એક નાનકડા શહેર સંગારરમાં મોહરમનું જુલૂસ નીકળતું હતું. જ્યારે વિસ્તારના તમામ લોકો શોભાયાત્રામાં શરબત વહેંચી રહ્યા હતા, ત્યારે તેની પુત્રીએ પણ લોકોને શરબત આપવાનું શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી તેની પુત્રી ત્યાં દેખાઈ નહીં. આજે એ વાતને 3 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેમની પુત્રી વિશે કોઈ માહિતી નથી.
ત્રણ વર્ષ બાદ પણ પ્રિયાની કોઈ જાણકારી નહીં
7 yr old girl Priya Kumari was abducted two yrs ago,
Priya Kumari’s mother is pleading with the Pakistani police- DIG Javed Jaskani and SSP Sangar Malik to find her daughter who is still missing#saveourgirls pic.twitter.com/bZsN6VC4TU— CHINGARI Project (@chingariproject) June 15, 2023
પ્રિયાના માતા – પિતાએ હવે તેમની પુત્રીને શોધવા માટે કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેથી લોકોને ખબર પડે કે તેમની દીકરી હજુ સુધી મળી નથી. પ્રિયાના પિતા જણાવે છે કે, સિંધના ગૃહમંત્રી જિયા લેંગ્રોવ અને પોલીસ મહાનિરીક્ષકે તેમને આશ્વાસન આપ્યું છે. વધુમાં પ્રિયાના ગુમ થવાના અંગે પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે તમામ તપાસ પછી પણ કોઈ સાક્ષીને યાદ નથી કે નાની બાળકી સાથે શું થયું. JIT આ મામલાને ઉકેલવા માટે દિવસ-રાત કામ કરી રહી છે અને અમને જલ્દી જવાબ મળશે.
PAKISTAN માં હિન્દુ પરિવાર કેટલા સુરક્ષિત?
અહી વધુ એક અગત્યની વાત સામે આવી છે જેમાં સિંધ પ્રાંતના ગૃહ પ્રધાન ઝિયાઉલ હસન લંજરે વિધાનસભામાં કહ્યું – ‘પ્રિયા સુરક્ષિત છે અને ટૂંક સમયમાં તેના પરિવાર સાથે રહેશે. જોકે પ્રિયાના અપહરણ અને તેના ધર્મ પરિવર્તન કરવી દેવાનો પણ શક છે. કારણ કે તમને જણાવી દઈએ કે સિંધ પ્રાંતના ઘણા ભાગોમાં માત્ર સગીર હિંદુ છોકરીઓ જ નહીં પરંતુ વિવાહિત હિંદુ મહિલાઓના અપહરણ અને તેમના ધર્મ પરિવર્તન અને લગ્નના અસંખ્ય મામલા સામે આવ્યા છે. માટે હવે પ્રિયાના ગુમ થયા પછી, લોકો તેમની પુત્રીઓ અને બહેનોની સુરક્ષાને લઈને વધુ ચિંતિત અને ભયભીત છે.
આ પણ વાંચો : Festival : બ્રિટનના ગ્રાન્થમમાં શરુ થયો Sex Festival