Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pakistan માં ખ્રિસ્તીઓ સાથે ક્રૂરતા, ઘરો અને મિલકતોને સળગાવી લૂંટ ચલાવી…

06:56 PM Jun 03, 2024 | Dhruv Parmar

પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાંતમાં ગયા અઠવાડિયે હિંસક ટોળાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વૃદ્ધ ખ્રિસ્તી વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (Pakistan) (TLP) ના કાર્યકરોની આગેવાની હેઠળના ટોળાએ 25 મેના રોજ ખ્રિસ્તી સમુદાયના સભ્યો પર હુમલો કર્યો હતો, જેમાં બે ખ્રિસ્તીઓ અને દસ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

ખ્રિસ્તીઓના ઘરો અને મિલકતોને બાળી નાખ્યા…

આ હુમલો લાહોરથી લગભગ 200 કિલોમીટર દૂર પંજાબના સરગોધા જિલ્લાની મુજાહિદ કોલોનીમાં થયો હતો. ટોળાએ ખ્રિસ્તીઓના ઘરો અને મિલકતોને સળગાવી અને લૂંટી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાએ નઝીર મસીહ ઉર્ફે લાઝર મસીહ નામના એક વૃદ્ધ ખ્રિસ્તીના ઘર અને જૂતાની ફેક્ટરીને ઘેરી લીધી હતી અને તેના પર કુરાનનો અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ જૂતાની ફેક્ટરી તેમજ કેટલીક દુકાનો અને કેટલાક મકાનોને આગ ચાંપી દીધી હતી.

મસીહને સળગાવવાનો પણ પ્રયાસ…

પોલીસના જણાવ્યા અનુસાર, FIR જણાવે છે કે ટોળાએ મસીહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થળ પર પહોંચેલી પોલીસે મસીહ અને ખ્રિસ્તી સમુદાયના અન્ય દસ સભ્યોને બચાવી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે મસીહ સરગોધાની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં (CMH) સારવાર હેઠળ હતો જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું હતું. જો કે પાકિસ્તાન (Pakistan)માં ખ્રિસ્તી સમુદાયના લોકો પર ટોળા દ્વારા કરવામાં આવેલો આ પહેલો હુમલો નથી, આ પહેલા પણ પાકિસ્તાન (Pakistan)માં અન્ય સમુદાયના લોકોને ઈશનિંદાના આરોપમાં નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ફરી ભડક્યા ટ્રમ્પ, ધમકીના સ્વરમાં કહ્યું – મારી ધરપકડ થશે તો અમેરિકા સળગશે

આ પણ વાંચો : JAPAN : જાપાનમાં ફરી ધરા ધ્રુજી, ઈશિકાવા પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

આ પણ વાંચો : USA : પિટ્સબર્ગ અને ઓહાયોમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત