Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pager Blast in Lebanon : પેજર શું છે અને કેવી રીતે કરે છે કામ? ઈઝરાયેલે હેક કર્યું હોવાનો દાવો

12:21 PM Sep 18, 2024 |
  • લેબનોનના પેજર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ
  • ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ
  • પેજર એક નાનું અને પોર્ટેબલ સંચાર ઉપકરણ છે
  • મોસાદે પેજરને વિસ્ફોટકમાં ફેરવ્યું

Pager Blast in Lebanon : લેબનોનના પેજર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયું છે, જ્યારે 4000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. ઘટનાના વિગત મુજબ, પેજર્સને હેક કરીને વિસ્ફોટ કરવામાં આવ્યા હોવાનું જાણવામાં મળી રહ્યું છે. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડવૈયાઓ દ્વારા કરવામાં આવે છે. આ વિસ્ફોટ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનું કહેવાય છે. આ હુમલાની જવાબદારી હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર નાખી છે, પરંતુ ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. ત્યારે ચાલો જાણીએ કે પેજર શું છે અને ઈઝરાયેલે તેને બોમ્બમાં કેવી રીતે રૂપાંતરિત કર્યું.

પેજર શું છે?

પેજર, જેને બીપર તરીકે પણ ઓળખવામાં આવે છે, એક નાનું અને પોર્ટેબલ સંચાર ઉપકરણ છે. તે 1990 અને 2000 ના દાયકામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. પેજરનો મુખ્ય ઉપયોગ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. જ્યારે કોઈ મેસેજ આવે છે, ત્યારે પેજર ટોન આપીને યુઝરને માહિતગાર કરે છે, જે મોબાઇલ ટેક્સ્ટ મેસેજિંગની જેમ છે.

પેજર કેવી રીતે કામ કરે છે?

પેજર સંદેશાઓ માટે મોબાઇલ નેટવર્ક પર આધાર રાખતું નથી. તે રેડિયો ફ્રીક્વન્સી દ્વારા સંદેશાઓ મોકલે અને પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયા બેઝ સ્ટેશન અથવા સેન્ટ્રલ ડિસ્પેચ દ્વારા થાય છે. સ્માર્ટફોનના આગમનથી પેજરની લોકપ્રિયતા ઘટી છે, કારણ કે સ્માર્ટફોનમાં મેસેજિંગ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ છે. છતાં, પેજર આજે પણ અમુક ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગી છે, જેમ કે આરોગ્ય સેવાઓ, કારણ કે તેની બેટરી લાંબા સમય માટે ટકી રહે છે અને તે નેટવર્ક વિના પણ કાર્યરત રહે છે.

મોસાદે પેજરને વિસ્ફોટકમાં કેવી રીતે ફેરવ્યું?

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના તાજા યુદ્ધમાં હિઝબુલ્લાહને શંકા છે કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે પેજરોને વિસ્ફોટક બનાવીને કાવતરું ઘડ્યું છે. જણાવી દઇએ કે, હિઝબુલ્લાહએ તાઇવાનની ગોલ્ડ એપોલો કંપની પાસેથી 3000 પેજરોનો ઓર્ડર આપ્યો હતો, જે એપ્રિલ-મે મહિનામાં લેબનોન પહોંચ્યા હતા. આ પેજરોને વિસ્ફોટકમાંથી કૌભાંડના શંકાસ્પદ દાવા હેઠળ મોસાદે અપગ્રેડ કર્યુ હોવા વિષે વાતો ચાલી રહી છે. અમેરિકી અધિકારીઓએ એક મીડિયા રિપોર્ટમાં આનો ખુલાસો કર્યો છે કે દરેક પેજરમાં અંદાજે 20 ગ્રામ વિસ્ફોટક સામગ્રી જોડવામાં આવી હતી. મંગળવારે બપોરે 3.30 વાગ્યે, આ પેજરોને એક સાથે સંદેશ મળતા વિસ્ફોટ શરૂ થયા હતા.

સ્કાય ન્યૂઝ અરેબિયાના અહેવાલ મુજબ, મોસાદે પેજરની બેટરીની પાસે PETN (Pentaerythritol tetranitrate) વિસ્ફોટક જોડ્યું હતું. PETN એ વિશિષ્ટ રીતે બેટરીનું તાપમાન વધાર્યું અને પછી વિસ્ફોટ કર્યો. PETNને સ્કેનર્સ દ્વારા શોધવું ખૂબ જ મુશ્કેલ છે, અને તેથી, હિઝબુલ્લાહ વિસ્ફોટક શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. મોસાદના આ પ્રકારના વિસ્ફોટક ક્રિયાનું ઉદાહરણ 1996માં જોવા મળ્યું હતું, જ્યારે મોસાદે હમાસના નેતા આયાશને પણ તે જ રીતે હટાવ્યા હતા. મોસાદે આયશના ફોનમાં 15 ગ્રામ RDX (રોયલ ડિમોલિશન એક્સપ્લોઝિવ) લગાવ્યું હતું.

કંપનીના CEOએ શું કહ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેજર બનાવનારી તાઈવાનની કંપની ગોલ્ડ અપોલો કંપનીના CEO ચિંગ કુઆંગે કહ્યું કે લેબનોનમાં પેજર પર બ્લાસ્ટ થયા છે, એવા ઉપકરણો તેમણે બનાવ્યા નથી. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પેજર ગોલ્ડ એપોલો પાસેથી મંગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:   Lebanon : બેરૂતમાં ધમાકાઓથી હાહાકાર; 11ના મોત, 4 હજારથી વધુ ઘાયલ