+

MSME સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આંત્રપ્રિન્યોર ઈન્ડિયા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.  આ દરમિયાન તેમણે 'Raising & Accelerating MSME Performance' યોજના અને 'First-time MSME નિકાસકારોની ક્ષમતા નિર્માણ' જેવા કાર્યક્રમો શરૂ કર્યા. સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર MSME સેક્ટરના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપી રહી છે. આ મામલે સરકાર દ્વારા આજે ઘણી નવી યોજનાઓ શ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આંત્રપ્રિન્યોર ઈન્ડિયા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.  આ દરમિયાન તેમણે ‘Raising & Accelerating MSME Performance’ યોજના અને ‘First-time MSME નિકાસકારોની ક્ષમતા નિર્માણ’ જેવા કાર્યક્રમો શરૂ કર્યા. સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર MSME સેક્ટરના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપી રહી છે. આ મામલે સરકાર દ્વારા આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ MSME ક્ષેત્રની ગુણવત્તા અને પ્રગતિ સાથે સંબંધિત છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે હું દેશના વિકાસમાં યોગદાન આપવા માટે દેશના MSME સેક્ટરનો આભાર માનું છું. MSME સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર દ્વારા MSMEને ખૂબજ સમર્થન છે. છેલ્લા વર્ષોમાં દેશમાં MSME ક્ષેત્રના ઉદ્યોગોને 14,000 કરોડ રૂપિયા  માત્ર  સબસિડી તરીકે આપવામાં આવ્યા છે. 

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ સાથે સંબંધિત કેટલીક નવી સુવિધાઓ પણ લોન્ચ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન MSME મંત્રી નારાયણ રાણેએ વડાપ્રધાન મોદીનું વિજ્ઞાન ભવન ખાતે આગમન સમયે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ વર્ષ 2022 માટે MSME પુરસ્કાર વિજેતાઓનું પણ સન્માન કર્યું હતું. MSME ક્ષેત્રના વિકાસમાં યોગદાન બદલ દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, પ્રગતિશીલ જિલ્લાઓ અને બેંકોને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
Whatsapp share
facebook twitter