+

Ahmedabad : કૃષ્ણનગરમાં 1 વર્ષ અગાઉ બાળકીનાં અપહરણ કેસમાં આરોપી અંકલેશ્વરથી ઝડપાયો

અમદાવાદનાં (Ahmedabad) કૃષ્ણનગર વિસ્તારમાંથી 1 વર્ષ અગાઉનાં બાળકીનાં અપહરણનો કેસ હવે ઉકેલાયો છે. વર્ષ 2023 માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જો કે બાળકીનાં પરિવારજનો હાઇકોર્ટમાં (Gujarat High Court)…

અમદાવાદનાં (Ahmedabad) કૃષ્ણનગર વિસ્તારમાંથી 1 વર્ષ અગાઉનાં બાળકીનાં અપહરણનો કેસ હવે ઉકેલાયો છે. વર્ષ 2023 માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જો કે બાળકીનાં પરિવારજનો હાઇકોર્ટમાં (Gujarat High Court) હેબિયસ કોપર્શ દાખલ કરતાં હાઇકોર્ટે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોપ્યો હતો. એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 22 વર્ષીય અંકુર શર્માની ધરપકડ કરવામાં આવી છે.

પ્રેમજાળમાં ફસાવી બાળકીને ભગાવી!

અમદાવાદનાં (Ahmedabad) કૃષ્ણનગર (Krishnanagar) વિસ્તારમાં વર્ષ 2023 માં અંકુર શર્મા એક બાર્બર શોપ પર કામ કરતો હતો અને તે સમયે તેની સામેનાં મકાનમાં જ રહેતી સગીરા સાથે મન મળી ગયું હતું. ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા અને અલગ-અલગ રાજ્યોમાં જુદા-જુદા કામ કરતા હતા. આરોપી અંકુર શર્મા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ ન હતો. પરિણામે તેની ભાળ મેળવવી ખૂબ જ અઘરી પડી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં હતી પરંતુ, પગેરું મળતું ન હતું. સંભવિત જગ્યાઓ પર લાંબા સમયથી ક્રાઈમની ટીમોએ તપાસ આદરી હતી.

અંકલેશ્વર GIDC માં કામ કરતો હોવાની મળી બાતમી

જો કે, આખરે હ્યુમન રિસોર્સ થકી આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. તેનાં સગાંવાળાઓ અને મિત્રોની સાથે પોલીસ સતત સંપર્કમાં હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, બાતમી મળી કે આરોપી અંકુર શર્મા અંકલેશ્વર GIDC માં (Ankleshwar GIDC) આવેલી એક કંપનીમાં કામ કરે છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંકલેશ્વરની અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝમાં આરોપી કામ કરતો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હવે કૃષ્ણનગર પોલિસને (Krishnanagar Police Station) સોંપવામાં આવશે. જો કે બાળકી સગીર હોવાથી પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત પટેલે આ માહિતી આપી છે.

અહેવાલ- સંજય જોષી

આ પણ વાંચો – Porbandar : દ્વારકા બાદ પોરબંદરનાં દરિયા કિનારે મળ્યું ડ્રગ્સ, ચરસનાં બિનવારસી 6 પેકેટ મળ્યાં

આ પણ વાંચો – જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

આ પણ વાંચો – ​​Surat : 6 માસમાં ત્રણ લાખ રુપિયાની નકલી નોટ ફરતી કરનારો ઝડપાયો

Whatsapp share
facebook twitter