Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આપણો ગરબો હવે દુનિયાભરમાં પ્રચલિત થશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

09:55 PM Dec 06, 2023 | Harsh Bhatt

ગુજરાત માટે એક ગૌરવના સમાચાર સામે આવી રહી છે. જીહા, આજે બુધવારના દિવસે ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. ગુજરાતના ગરબા હવે દેશના સરહદના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. રાજ્યના પ્રખ્યાત પરંપરાગત લોકનૃત્ય ગરબાને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH) ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના લોકનૃત્યને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ

ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

દેશની સરહદ પાર પણ ગરબાની ગુંજ તમને સાંભળવા મળી જશે. હવે ગુજરાતના ગરબા જે છે તે વિશ્વની સાંસ્કૃતિક ધરોહર બનવા માટે જઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓગ્રેનાઈઝેશન દ્વારા તેને આ સિદ્ધિ મળી છે. વૈશ્વિક ધરોહર તરીકે ગરબાને જે સ્થાન મળશે તે યુનેસ્કો દ્વારા ગુજરાતને મળેલી મોટી સિદ્ધી સમાન છે. જણાવી દઇએ કે, આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને વિરાસતને દુનિયાની સામે પ્રદર્શિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ અક્ષાક પ્રયાસ છે. આ સિદ્ધિ તેનું પરિણામ છે.

આપણો ગરબો હવે દુનિયાભરમાં પ્રચલિત થશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

 સમગ્ર બાબત ઉપર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે – “આપણા ગુજરાતનો ગરબો જે ગુજરાતની શેરીઓમાં રમાતો હતો, તે દેશમાં પહોંચ્યો અને આજે દુનિયા એ ગરબાને સાસંકૃતિક દેજજો આપ્યો છે”. ગૃહ રાજ્યમંત્રી દ્વારા વધુમાં જાણવવામાં આવ્યું હતું કે – “આ આપણા માટે ખૂબ ગર્વની વાત છે, અને હવે આપણો ગરબો આખા વિશ્વમાં પ્રચલિત થશે” અંતમાં તેમણે PM મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને પણ કરી પોતાની લાગણી વ્યક્ત 

તેમણે સમગ્ર બાબત અંગે ટ્વીટ કરતા લખ્યું હતું કે – ” ગુજરાતી સંસ્કૃતિનો પ્રસર્યો વૈભવ, યુનેસ્કો દ્વારા થયું ગરબાનું ગૌરવ ! ”

 

આ પણ વાંચો — અમુલની જેમ રાજ્યની APMC નું બનશે ફેડરેશન, એક મહિનામાં થશે જાહેરાત