+

ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવા સરકારનો મહત્વનો નિર્ણય, 8 મહાનગરોમાં થશે લાગુ

માતૃભાષા દિવસ પહેલા રાજ્ય સરકારે એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે સરકારે આ અગત્યનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી વિભાગો, સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ રાખવામાં આવશે. સિનેમા ગૃહ, નાટ્યગૃહ, શાળા, કોલેજ, હોટેલ રેસ્ટોરન્ટ વગેરે જગ્યા પર ગુજરાતીમાં બોર્ડ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપà
માતૃભાષા દિવસ પહેલા રાજ્ય સરકારે એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે સરકારે આ અગત્યનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી વિભાગો, સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ રાખવામાં આવશે. સિનેમા ગૃહ, નાટ્યગૃહ, શાળા, કોલેજ, હોટેલ રેસ્ટોરન્ટ વગેરે જગ્યા પર ગુજરાતીમાં બોર્ડ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જાહેર કરાયો છે. આ પરિપત્રનો અમલ આઠ મહાનગરોમાં અમલી બનશે.


સરકારી કંપની, હોટલ, સ્કૂલ અને મોલના બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખવા આદેશ
રાજ્યમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માતૃભાષા દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ અંગે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાની તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળ પરના બોર્ડ, સરકારી કંપની, હોટલ, સ્કૂલ અને મોલના બોર્ડ પણ ફરજિયાતપણે ગુજરાતીમાં લખવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, કાફે, નાટ્યગૃહ, બેન્ક્વેટ અને બાગબગીચામાં પણ ફરજિયાતપણે  ગુજરાતીમાં બોર્ડ પર લખાણ લખવામાં આવશે. તમામ સરકારી કાર્યાલયો તેમજ જાહેર સ્થળો પરની સૂચના, જાણકારી અને દિશાનિર્દેશ પણ ગુજરાતીમાં જ લખવાના રહેશે. આ ઠરાવ અંતર્ગત રાજ્યનાં આઠ મહાનગરોમાં આવેલા ગ્રંથાલય,બાગ-બગીચા અને સરકારી કંપનીમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.
આપણી માતૃભાષા ગુજરાતી છે. ત્યારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને પાકિસ્તાન જેવા દેશોમાં પણ ગુજરાતી ભાષા બોલાય છે. આ જ માતૃભાષાને પ્રાધાન્ય આપવા માટે અને માતૃભાષાનું ગૌરવ જાળવવા માટે સરકારનો આ નિર્ણય ગુજરાતની જનતાએ આવકાર્યો છે.
Whatsapp share
facebook twitter