+

રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ ઉભુ કર્યું મતદાન મથક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને લય રાજ્યના રાજકારણમાં ગરમી આવી છે. આગામી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે ત્યારે અમે આપને આજે એક એવા મતદાતા સાથે રૂબરૂ કરાવી શું છે  ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે મતદાતા (voter)પોતાના મતાધિકારને લય વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. કોણ છે આ મતદાતા. અને શા માટે તેણે વિશ્વમાં મતાધિકારને લય આગવી ઓળખ ઉભી કરી છે.આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને લય રાજ્યના રાજકારણમાં ગરમી આવી છે. આગામી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે ત્યારે અમે આપને આજે એક એવા મતદાતા સાથે રૂબરૂ કરાવી શું છે  ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે મતદાતા (voter)પોતાના મતાધિકારને લય વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. કોણ છે આ મતદાતા. અને શા માટે તેણે વિશ્વમાં મતાધિકારને લય આગવી ઓળખ ઉભી કરી છે.
આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મતદાતાની જે પોતાના મતાધિકારને લય જગ વિખ્યાત બન્યા છે.આ જગ્યા પર દરેક ચૂંટણી માં થાય છે 100 ટકા મતદાન.અને મત પડતા જ ખુલ્લો થઈ જાય છે મત.શા માટે રાજ્યના નેતાઓની રહે છે એક મત ઉપર નજર.આવો જાણીએ..ભારતમાં લોકશાહી પ્રણાલી છે અને દરેક લોકોને લોકોને પોતાના ઇચ્છીત ઉમેદવારને મત આપવાનો અબાધિત અધિકાર પ્રાપ્ત થયો છે.લોકશાહીમાં મતદાનને ગુપ્ત દાન ગણવામાં આવે છે.પાંચ વર્ષે આવતું મહાપર્વ એટલે ચૂંટણી.મતદાનના દિવસને લોકોત્સવ પણ અહીં કહેવામાં આવે છે.જે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા તેના માટે આ બુથ કે જેમાં માત્ર એકજ મતદાર છે.તે શીખ સમાન છે.આ દ્રશ્યો છે
ગીર સોમનાથ જિલ્લાના ગીરજંગલ મધ્યે આવેલા ગીર નેશનલ પાર્કના.જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીરના.કે જેને બાણગંગા તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.અહીંના મહંત હરિદાસ બાપુ એક માત્ર મતદારને લઈને જગ વિખ્યાત બન્યા છે. જી હા આ છે બાણેજ ગીરના મહંત હરિદાસ  બાપુ ! જે અહીંના નાગરિક છે.તેઓ ની પહેલા તેઓના ગુરૂભાઈ ભરતદાસ બાપુ અહીંના નાગરિક હતા.તેઓના સ્વધામ ગમન બાદ હરિદાસ બાપુ ભરતદણેસ બાપુના સીધા વારસદારને લઈને બણેજ બુથના એક માત્ર મતદાતા બન્યા છે.દર વર્ષ ચૂંટણી પંચ હરિદાસ બાપુના મત માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે.જે લોકશાહી પર્વમાં એક મતની શુ કિંમત છે તે દર્શાવે છે.
સમગ્ર ભારતમાં એક મત બુથ 2002થી બાણેજબુથ બન્યું છે.જેના એક માત્ર મતદાતા ભરતદાસ બાપુ હતા.ભરતદાસ બાપુનું અવસાન થતાં તેના સીધા વારસદાર તરીકે હરિદાસ બાપુ અહીંના એકમાત્ર નાગરિક બન્યા અને તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ચૂંટણી પંચ દર ચૂંટણીમાં અહીં મતદાન બુથ ઉભું કરે છે.ચૂંટણી પંચ એક મત માટે બુથ ઉભું કરે છે પરંતુ રાજકીય નેતાઓ ને આ મતની કિંમત એટલી ન હોય તેવું લાગી રહ્યું છે.હરિદાસ બાપુ એ જણાવ્યું કે, “અહીં કોઈ નેતા પ્રચાર માટે ક્યારેય આવ્યા નથી.અહીં મારો એક મત છે અને તે પણ ગીર જંગલની મધ્યમાં 25 કિમિ દૂર નેશનલ પાર્ક વિસ્તારમાં. જેના કારણે પ્રચારમાં અહીં કોઈ નેતા ફરકતા પણ નથી.” અહીં નેશનલ પાર્ક હોવાના કારણે કોઈ વિશેષ સુવિધા ન મળે પરંતુ શ્રદ્ધાળુઓને 25 કિમિ જંગલનો ઉબડ ખાબડ રસ્તો પસાર કરી અહીં પહોંચવું પડે છે.બાપુની વર્ષો જૂની માંગ છે રસ્તાની મરામત થાય પરંતુ હજુ સુધી બાપુની આ માંગ સંતોષાય નથી. 
અમે આપણે જણાવી દઈએ કે ગીરના બાણેજ પહોંચવા માટે જંગલનો 25 કિમિ નો ઉબડ ખાબડ રસ્તો પસાર કરવો પડે છે.અહીં સિંહ દીપડો સહિતના હિંસક પ્રાણિયોં સાથે પણ રૂબરૂ થવું પડે છે.ચૂંટણી પંચ એક મતમાટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે.નવાય ની વાત એ છે કે દર ચૂંટણીમાં અહીં 100 ટકા મતદાન નોંધાય છે.ચૂંટણી પંચ કહે છે કે દરેક મતદાતા નો મત ગુપ્ત રહે છે પરંતુ બાણેજ બુથ ચૂંટણી પંચ ના દાવા ને ખોટો સાબિત કરે છે.જી હા મતદાન માટે બનાવેલી મત કુટિરમાં જ્યારે અહીંના નાગરિક અને મહંત મતદાન કરે છે ત્યારે તો તે મત ગુપ્ત રહે છે.પરંતુ મતગણતરી સમયે બાણેજ ઈવીએમ ખુલે એટલે બાપુનો મત ખુલ્લો થઈ જાય છે.એક આખા ઈવીએમ માં એકજ મત હોવાના કારણે આ મત ખુલ્લો પડી જાય છે જેના કારણે આ મત ઉપર સમગ્ર દેશ અને રાજ્યના લોકો તથા મીડિયા ની નજર રહે છે કે જગ વિખ્યાત બનેલા બાપુ નો મત કોને મળ્યો.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ – જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter