Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GUJARAT ATS : શ્રીલંકામાં એક શખ્સની અટકાયત, આંતકી નફરાનનો પિતા હતો જજનો હત્યારો

10:43 PM May 24, 2024 | Vipul Sen

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ઝડપાયેલા 4 આતંકીઓની પૂછપરછમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં તપાસ તેજ કરાઈ છે અને શ્રીલંકામાંથી (Sri Lanka) 44 વર્ષીય એક શખ્સની ધરપકડ કરાઈ હોવાની માહિતી મળી છે. શ્રીલંકા ટેરરિઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (Terrorism Investigation Department) આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા 4 આતંકી પૈકી એક આતંકીનો પિતા શ્રીલંકામાં અન્ડરવર્લ્ડ ડોન હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

શ્રીલંકામાંથી 44 વર્ષીય એક શખ્સની અટકાયત

જણાવી દઈએ કે, ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પરથી 4 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. આ ચારેય આતંકી શ્રીલંકાના નાગરિક હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આંતકીઓની પૂછપરછમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી છે કે, આ કેસમાં શ્રીલંકા ટેરરિઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (TID) શ્રીલંકામાંથી 44 વર્ષીય એક શખ્સની અટકાયત કરી છે. સાથે જ અમદાવાદમાંથી ઝડપાયેલા ચારેય આતંકીઓ સાથે ઘરોબો ધરાવતા કોલંબો (Colombo) અને અન્ય સ્થળોના કેટલાક શકમંદોની પણ પૂછપરછ કરાઈ રહી છે.

એક આંતકીનો પિતા શ્રીલંકામાં અન્ડરવર્લ્ડ ડોન હતો

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલ આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ISIS ના 4 આતંકીઓ પૈકી 1 મહોમ્મદ નફરાનનો (Mohammed Nafran) પિતા શ્રીલંકામાં અન્ડરવર્લ્ડ ડોન (underworld don) હતો. મહોમ્મદ નફરાનનો પિતા નિયાસ નૌફર શ્રીલંકામાં ‘પોટટ્ટા નૌફર’ (Potta Naufer) તરીકે ઓળખાતો હતો. નિયાસ નૌફરે હાઈકોર્ટના જજ સરથ અંબેપિટીયાની (Sarath Ambepitiya) હત્યા કરી હતી. આ ગુનામાં નિયાસ નૌફરને વર્ષ 2004 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આંતકીઓની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થાય તેવી વકી છે.

આ પણ વાંચો – Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

આ પણ વાંચો – AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

આ પણ વાંચો – GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ