Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશભરમાં ‘One nation, one election’ કેવી રીતે લાગુ થશે? જાણો 5 પોઈન્ટમાં સંપૂર્ણ વિગતો…

05:12 PM Sep 18, 2024 |
  1. કેબિનેટમાં ‘વન નેશન વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી અપાઈ
  2. રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો
  3. મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષો સમર્થનમાં આવ્યા – અશ્વિની વૈષ્ણવ

બુધવારે કેબિનેટમાં ‘વન નેશન વન ઇલેક્શન’ (One nation, one election)ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મતલબ કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે. આ પ્રસ્તાવને હવે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે દેશભરમાં એકસાથે ચૂંટણી કરાવવાનો માર્ગ સરળ બની ગયો છે. ચાલો જાણીએ કે ‘વન નેશન વન ઇલેક્શન’ (One nation, one election) સમગ્ર દેશમાં કેવી રીતે લાગુ થશે? આગળની પ્રક્રિયા શું હશે?

આ રીતે વન નેશન વન ઇલેક્શનનો અમલ થશે…

  • ‘વન નેશન વન ઇલેક્શન’ (One nation, one election) હેઠળ પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રયાસો કરવામાં આવશે.
  • જ્યારે બીજા તબક્કામાં સામાન્ય ચૂંટણીના 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. મતલબ કે સામાન્ય ચૂંટણીના 100 દિવસની અંદર પંચાયત અને મ્યુનિસિપલ સંસ્થાઓની સ્થાનિક ચૂંટણીઓ થઈ શકે છે.
  • ‘વન નેશન વન ઈલેક્શન’ રિપોર્ટની ભલામણો પર દેશભરના વિવિધ મંચો પર ચર્ચા કરવામાં આવશે. સામાન્ય લોકોને પણ તેમાં ભાગ લેવાની તક મળશે. યુવાનો, ઉદ્યોગપતિઓ, પત્રકારો સહિત અનેક સંસ્થાઓ આ અંગે ચર્ચા કરશે. આ માટે અમલીકરણ જૂથ બનાવવામાં આવશે.
  • કેબિનેટની મંજૂરી બાદ હવે મોદી સરકાર તેને સંસદમાં લાવશે. આ બિલ શિયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
  • સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ તેને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ લાગુ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન જ તેને લાગુ કરવામાં આવશે. તમામ ચૂંટણી માટે એક જ મતદાર યાદી પણ બનાવવામાં આવશે. ઉપરાંત, માત્ર એક પ્રકારનું મતદાર ID બનાવવામાં આવશે.

આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી

અશ્વિની વૈષ્ણવે કહ્યું- રાજકીય પક્ષોનું સમર્થન…

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષોએ વન નેશન વન ઈલેક્શનને સમર્થન આપ્યું છે. અમારી સરકાર લોકશાહી અને રાષ્ટ્રને લાંબા ગાળે અસર કરતા મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવામાં માને છે. તેનાથી આપણું રાષ્ટ્ર મજબૂત થશે.

આ પણ વાંચો : Atishi 21 સપ્ટેમ્બરે CM તરીકે શપથ લેશે, Delhi ની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે…