+

કચ્છમાં કોરીક્રિક નજીક એક કિલો હેરોઇન કબજે કરાયું

અહેવાલ—કૌશિક છાયા, કચ્છ સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે. 1 કિલો હેરોઇનની …
અહેવાલ—કૌશિક છાયા, કચ્છ
સરહદી કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન પાંચ કરોડના હેરોઇનને જપ્ત કરાયું છે.
1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ
જાણવા મળતી વિગતો મુજબ 1 કિલો હેરોઇન સીમા સુરક્ષા દળની ટીમે કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા 1 કિલો હેરોઇનની  કિંમત 5 કરોડ આંકવામાં આવે છે. દરિયાઈ મોજામાં તણાઈને હેરોઇનનું પેકેટ આવ્યું હોવાનું તારણ દર્શાવાયું છે. આ બનાવ બાદ એજન્સીઓએ  સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા
ઉલ્લેખનિય છે કે  એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા હતા તેમજ અન્ય 6 પેકેટ પણ કબજે કર્યા હતા. અવારનવાર ઝડપાઇ રહેલા ડ્રગ્સના પેકેટ તપાસ માંગી લે તેમ છે. આજે સીમા સુરક્ષા દળ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હેરોઇનના પેકેટને લઈને એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે ડ્રગ્સ અંગે ઊંડી તપાસ જરૂરી હોવાનો જાણકારો માની રહ્યા છે.
Whatsapp share
facebook twitter