+

Janmashtami નિમિતે પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Janmashtami: ગુજરાતી લોકોમાં અનેરી ભક્તિ જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જન્માષ્ઠીમાં આવી રહી છે તો કૃષ્ણ ભક્તો દ્વારકા જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેથી…

Janmashtami: ગુજરાતી લોકોમાં અનેરી ભક્તિ જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જન્માષ્ઠીમાં આવી રહી છે તો કૃષ્ણ ભક્તો દ્વારકા જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેથી કરીને સરકાર દ્વારા પણ એક ભક્તોના હિતમાં નિર્ણય કર્યો છે. રાજકોટ પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી (Janmashtami) સ્પેશિયલ ટ્રેન દોડાવશે તેવી જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી (Janmashtami) તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી દોડશે.

સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણ

નોંધનીય છે કે, ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો માટે આ સારા સમાચાર છે કે, તેમને કૃષ્ણના મંદિરમાં જવા માટે સારી એવી સુવિધા મળી રહેવાની છે. ટ્રેનની વિગતોની વાત કરવામાં આવે તો, ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલની કુલ 2 ટ્રિપ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09453 જે અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25 ઓગસ્ટ 2024 (રવિવાર) ના રોજ અમદાવાદથી સવારે 07:45 કલાકે ઉપડશે જે એ જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09454 જે ઓખા-અમદાવાદ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો

નોંધનીય છે કે, માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. જેના કારણે અન્ય સ્થળો પર જવા માટે પણ સારી એવી સુવિધા મળી રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાયો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે.

આ પણ વાંચો: હિંમતનગર અને તલોદમાં 4 ઇંચ, પ્રાંતિજમાં માત્ર બે કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો: Mehsana: કડીમાં એક જ પરિવારના ત્રણ લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો: અમદાવાદમાં સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન

Whatsapp share
facebook twitter