રાજ્યભરમાં ચકચાર જગાવનારા જુનિયર ક્લાર્ક પેપર લિક કાંડ (Paper Leak Scandal)ના વધુ એક આરોપીને ગુજરાત એટીએસ દ્વારા ઓડિસાથી ઝડપી લેવાયો છે. પોલીસે ઓડિસાથી સરકારી સ્કુલના શિક્ષક સરોજ કુમાર માલુની ધરપકડ કરી છે. અત્યાર સુધી પેપર લિક કાંડમાં 17 આરોપી પકડાયા છે.
પેપર ફૂટી જતાં ઉમેદવારોની હાલત કફોડી
રવિવારે યોજાયેલી જુનિયર ક્લાર્ક પેપર લિંક કાંડ બહાર આવતા ચકચાર મચી ગઇ છે. પેપર ફૂટી જતાં ઉમેદવારોની હાલત કફોડી થઇ ગઇ હતી. ગુજરાત એટીએસે શનિવારે રાત્રે ઓપરેશન કરીને વડોદરાના કોચીંગ ક્લાસ સંચાલક અને અમદાવાદની શૈક્ષણિક સંસ્થાના સંચાલક સહિત 16 શખ્સને ઝડપી પાડ્યા હતા.
સરોજ કુમારે માસ્ટર માઇન્ડ પ્રદીપ કુમાર અને અન્ય આરોપી મુરારી વચ્ચે મિટીંગ કરાવી
દરમિયાન, બાતમીના આધારે ગુજરાત એટીએસે ઓડિસાથી શિક્ષક સરોજ કુમાર માલુને પણ ઝડપી પાડ્યો છે. સરોજ કુમારે માસ્ટર માઇન્ડ પ્રદીપ કુમાર અને અન્ય આરોપી મુરારી વચ્ચે મિટીંગ કરાવી હતી.
ઓડિસામાં પણ પોલીસ ભરતી કાંડમાં મુરારીએ પેપર સોલ્વ કરાવ્યું
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઓડિસામાં પણ પોલીસ ભરતી કાંડમાં મુરારીએ પેપર સોલ્વ કરાવ્યું હતું અને તેમાં વ્યક્તિ દીઠ 6 લાખનો સોદો થયો હતો. પોલીસ સરોજ કુમારને લઇને વડોદરા આવી હતી જેને 9 દિવસના રિમાન્ડ પર લેવાયો છે.
કુલ 17 આરોપી પકડાયા
હૈદરાબાદની પ્રિન્ટીગ પ્રેસના કર્મચારી શ્રદ્ધાકર લુહાનીએ પ્રદીપ નાયકને 7 લાખ રુપિયામાં પેપર વેચ્યું હતું. પોલીસે ત્યારબાદ તપાસ કરીને એક પછી એક 16 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે કેતન બારોટ, ભાસ્કર ચૌધરી, મિન્ટુ કુમાર, કમલેશ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, હાર્દિક શર્મા, પ્રણય શર્મા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.