Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Oath Ceremony : Modi 3.0 કેબિનેટમાં નહીં જોડાય NCP, હજુ સુધી કોઈપણ સાંસદોને નથી આવ્યો ફોન…

03:30 PM Jun 09, 2024 | Dhruv Parmar

Modi 3.0 Cabinet : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ (Oath Ceremony) પહેલા NCP ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર છે કે NCP કેન્દ્રીય કેબીનેટમાં સામેલ નહીં થાય. કહેવામાં આવી રહ્યું છે કે NCP ના કોઈ સાંસદનો હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. જેને લઈને NCP માં નારાજગી વધી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે PM પદ માટે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony) યોજવાનો છે.

NCP નેતાઓ સાથે ફડણવીસની બેઠક…

કેબિનેટમાં સામેલ ન થવાના કારણે BJP ના નેતા દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા સુનીલ તટકરેના ઘરે બેઠક શરુ કરી છે.આ બેઠકમાં પ્રફુલ પટેલ, અજિત પવાર, છગન ભુજબળ અને સુનીલ તટકરે સામેલ છે.

કેબિનેટ મંત્રીનું લિસ્ટ જાહેર…!

તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી આજે સાંજે PM પદના શપથ (Oath Ceremony) લેશે. આ પહેલા કેબિનેટનું લિસ્ટ બહાર આવી ગયું છે, જેમાં NDA ના તમામ સહયોગીઓના નેતાઓના નામ છે. પરંતુ NCP ના એક પણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નરેન્દ્ર મોદીના નવા કેબિનેટમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ, લલન સિંહ, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી જેવા અનેક નામોનો સમાવેશ થાય છે.

મોદી મંત્રી પરિષદના સભ્યોને મળ્યા…

શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony ) પહેલા નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર નવા મંત્રી પરિષદના સભ્યોને મળ્યા. શપથગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે PMનો શપથ ગ્રહણ ચાલી રહ્યો છે, ત્યારે રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષાનો અભેદ્ય વર્તુળ હશે.

આ પણ વાંચો : Oath Ceremony પહેલા નરેન્દ્ર મોદી એક્શનમાં, સંભવિત મંત્રીઓ સાથે કરી બેઠક…

આ પણ વાંચો : Oath Ceremony : અમિત શાહ, મનોહર લાલ ખટ્ટર, અનુપ્રિયા પટેલ, કુમારસ્વામી, મોદી સરકાર 3.0 ના સંભવિત મંત્રીઓનું લીસ્ટ આવ્યું સામે…

આ પણ વાંચો : મોદી 3.0 કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બનશે, જાણો કોણ છે TDP સાંસદ રામ મોહન નાયડુ?