+

હવે ગુજરાતી ભાષામાં એન્જિયરીંગ ભણાવશે આ કોલેજ

નવી શૈક્ષણિક નિતિ અંતર્ગત કેન્દ્ર સરકાર માતૃભાષામાં શિક્ષણ મેળવવા માટે સરકાર ભાર મૂકી રહી છે. ત્યારે GTU દ્વારા સૌ પ્રથમ ગુજરાતમાં એન્જિનિયરીંગનો અભ્યાસક્રમ જીટીયુ સંચાલિત મહેસાણા ખાતેની અદ્યતન લેબોરેટરીઝ અને કેમ્પસ ધરાવતી જીપેરી કોલેજ ખાતે ભણાવવામાં આવશે.ગત વર્ષ ભારતના 10 રાજ્યોની 19 સંસ્થાઓ દ્વારા 6 પ્રાદેશિક માતૃભાષામાં એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારà«

નવી શૈક્ષણિક નિતિ અંતર્ગત કેન્દ્ર સરકાર માતૃભાષામાં શિક્ષણ મેળવવા માટે સરકાર ભાર મૂકી રહી છે. ત્યારે GTU દ્વારા સૌ પ્રથમ ગુજરાતમાં એન્જિનિયરીંગનો અભ્યાસક્રમ જીટીયુ સંચાલિત મહેસાણા ખાતેની અદ્યતન લેબોરેટરીઝ અને કેમ્પસ ધરાવતી જીપેરી કોલેજ ખાતે ભણાવવામાં આવશે.


ગત વર્ષ ભારતના 10 રાજ્યોની 19 સંસ્થાઓ દ્વારા 6 પ્રાદેશિક માતૃભાષામાં એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે જીટીયુને પણ સિવિલ, ઈલેકટ્રોનિકસ, મિકેનિકલ અને કમ્પયુટર એન્જીની શાખામાં કુલ 120 સીટની માન્યતા મળી હતી. જેમાં દરેક બ્રાન્ચમાં 30 સીટની ફાળવણી કરવામાં આવી હતી. જે માટે  આગામી સમયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

જો કે અત્યાર સુધી ભાષા જ્ઞાનના અભાવને કારણે ટ્રાયબલ અને ગ્રામ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓ ટેક્નિકલ કોર્સમાં પ્રવેશ મેળવતા અચકાતા હતા તેઓ માટે હવે માતૃભાષમાં હવેથી એન્જી.નો અભ્યાસ કરી શકશે. જીટીયુ દ્વારા તેઓના માટે અંગ્રેજી શિક્ષણના વર્ગો પણ વિનામૂલ્યે ચલાવીને ભાષાકીય જ્ઞાન પણ આપવામાં આવશે. આ ઉપરાંત પ્લેસમેન્ટ અર્થે પણ જીટીયુ દ્વારા સંપૂર્ણપણ  પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ આ તમામ સીટના 20 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો પણ લાભ આપવામાં આવશે. 


Whatsapp share
facebook twitter