+

હવે ઇન્ડિયન બનશે અંગ્રેજોનો વડાપ્રધાન, જોન્સને ઘૂંટણ ટેકવ્યા

બ્રિટન (Britain) હાલમાં રાજકીય સંકટના વમળમાં ફસાઈ ગયું છે. ભારતીય મૂળના ઋષિ સુનકની વડાપ્રધાન બનવાની સંભાવના હવે ખુબ વધી ગઇ છે.  લિઝ ટ્રસ (Liz Truss)ના રાજીનામા બાદ બોરિસ જોન્સન (Boris Johnson) વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પણ ફરીથી પીએમ બની શકે છે. તેમણે પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ હવે એક નાટકિય ઘટનાક્રમમાં જોન્સન પોતે પીએમ પદની રેસમાંથી હટી ગયા છે. આગામી વડા પ્રધાન બનવાની સ્પર્ધામાંથી પોતાને બાકાà
બ્રિટન (Britain) હાલમાં રાજકીય સંકટના વમળમાં ફસાઈ ગયું છે. ભારતીય મૂળના ઋષિ સુનકની વડાપ્રધાન બનવાની સંભાવના હવે ખુબ વધી ગઇ છે.  લિઝ ટ્રસ (Liz Truss)ના રાજીનામા બાદ બોરિસ જોન્સન (Boris Johnson) વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પણ ફરીથી પીએમ બની શકે છે. તેમણે પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ હવે એક નાટકિય ઘટનાક્રમમાં જોન્સન પોતે પીએમ પદની રેસમાંથી હટી ગયા છે. આગામી વડા પ્રધાન બનવાની સ્પર્ધામાંથી પોતાને બાકાત રાખતા તેમણે કહ્યું કે તેમને પૂરતા સંસદસભ્યોનું સમર્થન છે, પરંતુ ઋષિ સુનક (Rishi Sunak)ની તુલનામાં  ઓછું છે.
જોન્સને ઘૂંટણ ટેકવ્યા
અહેવાલો અનુસાર, રવિવારે તેમણે પોતે પીએમ નહીં બનવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે ઋષિ સુનક આ પદ જીતવાની નજીક આવી ગયા છે.  બોરિસ જ્હોન્સને એક નિવેદન જારી કરીને કહ્યું કે આગામી તબક્કામાં આગેવાની લેવા માટે તેમની પાસે પૂરતા સાંસદોનું સમર્થન છે. પરંતુ રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકની તુલનામાં ઓછું છે.  
શું કહ્યું જોન્સને
જ્હોન્સને કહ્યું કે એ વાતની ખુબ સંભાવના છે કે હું  કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સાથે ચૂંટણીમાં  સફળ થઈશ પણ આમ કરવું યોગ્ય નહીં ગણાય. જ્હોન્સને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં હું દુઃખ સાથે આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તમે જ્યાં સુધી પ્રભાવી ઢંગથી શાસન નહીં કરી શકો જ્યારે તમારી પાસે સંસદમાં એક સંયુક્ત પક્ષ ના હોય.

ઋષિ સુનકની પ્રબળ સંભાવના
નોંધનીય છે કે રિપોર્ટ્સમાં કરવામાં આવી રહેલા દાવા મુજબ આ વખતે સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના 128 સાંસદોનું સમર્થન છે. જે પીએમ બનવા માટેના ન્યૂનતમ 100ના આંકડા કરતા ઘણો વધારે છે.જ્યારે બોરિસ જ્હોન્સનને સમર્થન આપવા માટે હજુ સુધી 100 સાંસદો મળ્યા નથી. આ દરમિયાન બોરિસના નિવેદનથી ઋષિ સુનકની જીતનો માર્ગ વધુ સરળ બની ગયો છે.

ઋષિ સુનક બોરિસ જોન્સનની સરકારમાં નાણા મંત્રી હતા
અગાઉ સુનક જોન્સન સરકારમાં નાણા મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. બાદમાં સુનકે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને રાજીનામું આપી દીધું. બોરિસ જોન્સન તેમના રાજીનામાથી ગુસ્સે થયા હતા. આ પછી બોરિસ જોન્સનને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

લિઝ ટ્રસની સરકાર લાંબો સમય ટકી શકી નહીં
ત્યાર બાદ લિઝ ટ્રસનો સમયગાળો આવ્યો. તેઓ પીએમ બન્યા, પરંતુ કમનસીબે તેઓ માત્ર 45 દિવસ જ બ્રિટનના પીએમ રહી શક્યા. તેમની સરકાર ચાલી શકી નહીં. મિની બજેટમાં આર્થિક નિર્ણયોને કારણે તે વિવાદમાં સપડાઈ હતી અને 45 દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. હવે ફરી એકવાર નવા પીએમ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની પસંદગી કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. આમાં બોરિસ જોન્સન અને ઋષિ સુનક બંને પીએમ પદ માટે લડી રહ્યા હતા, પરંતુ સાંસદોના સમર્થનની વધુ તાકાતને કારણે હવે જોન્સને પોતાની જાતને રેસમાંથી હટાવી લીધી અને ઋષિ સુનકનો રસ્તો સરળ બની ગયો હતો. 
Whatsapp share
facebook twitter