Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DGP થી DIG સુધીના 14 સ્થાન ખાલી, ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલે છે ગુજરાતમાં વહીવટ

05:21 PM Jun 01, 2023 | Bankim Patel

ગુજરાત સરકાર (Gujarat Government) માં મા-બાપ વગરનો કોઈ વિભાગ હોય તો તે છે પોલીસ ડિપાર્ટમેન્ટ. કોન્સ્ટેબલ, PSI કક્ષાના કર્મચારી-અધિકારીઓની તાણ અનેક દસકથી ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police Department) માં ચાલી આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સિનિયર IPS અધિકારીઓની અછત વર્તાઈ રહી છે. સિનિયર IPS ની એક બે નહીં પણ 14-14 જગ્યાઓ આજની તારીખે ખાલી છે. કેટલાંક સ્થાન તો વર્ષોથી ચાર્જમાં ચાલતા આવ્યા છે. સરકાર કોઈની પણ હોય, પોલીસ વિભાગને હંમેશા નજર અંદાજ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની અતિ મહત્વની જવાબદારી જેના શીરે છે તે વિભાગ પ્રત્યે હંમેશા દુર્લક્ષ સેવવામાં આવતું રહ્યું છે.સારા અધિકારી નથી મળતા ?પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી અને બઢતી (Police Promotion and Transfer) લગભગ કયારેય પણ યોગ્ય સમયે થઈ નથી. IPS કક્ષાના અધિકારીઓને આપવામાં આવતા પ્રમોશનમાં લાંબો વિલંબ થતો હોય તો નીચેના અધિકારીઓની તો વાત જ શું કરવાની. કેટલાંક IPS અધિકારીને સવા-દોઢ વર્ષ મોડી બઢતી મળી હોવાના દાખલા ગૃહ વિભાગ (Home Department) માં નોંધાયેલા છે. ગુજરાત સરકારના સુશાસનમાં બઢતી અને બદલીમાં થતા લાંબા વિલંબ માટે અનેક કારણો જવાબદાર છે. ચોક્કસ સ્થાન માટે જરૂરી સ્વચ્છ છબી ધરાવતા અધિકારીઓની અછત, ગૃહ વિભાગની લાલીયાવાડી અને મલાઈદાર પોસ્ટીંગ માટે લેવાતી લીલીઝંડી મુખ્ય કારણો છે. ટોચના નેતાઓ સાથે સેટીંગ ધરાવતા અને મનપસંદ પોસ્ટીંગ માટે લોબિંગ અને જીદ્દ કરતાં ઉચ્ચ અધિકારીઓના કારણે પણ ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં સરકાર અવઢવમાં મુકાય છે.

મહત્વની પોસ્ટ ઈન્ચાર્જથી ચાલીગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP of Gujarat) નું સ્થાન મહિનાઓ સુધી ખાલી રહ્યું છે. DGP ની પોસ્ટ ખાલી રહેવી અને અધિકારીને એક્સટેન્શન આપવું એ હવે સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. ડિસેમ્બર-2010 થી સપ્ટેમ્બર-2012 સુધી ચિતરંજનસિંઘ (Chittaranjan Singh IPS) ઈન્ચાર્જ ડીજીપી તરીકે રહ્યાં હતા. એપ્રિલ-2016માં પૃથ્વીપાલ પાંડેય (P P Pandey IPS) ને ગુજરાત સરકારે ઈન્ચાર્જ DGP બનાવ્યા હતા અને ત્યારબાદ તેમને કેન્દ્ર સરકારે જાન્યુઆરી-2017માં 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. હાલના DGP વિકાસ સહાયને પણ સરકારે શરૂઆતમાં ઈન્ચાર્જ DGP બનાવ્યા હતા. ભ્રષ્ટાચારને ડામવા માટે ગુજરાત એક લડાઈ લડી રહ્યું છે, પરંતુ એસીબી ચીફ (ACB Chief) ની જગ્યા મે-2021થી ખાલી છે. શરૂઆતમાં ACB ડિરેક્ટરની જવાબદારી સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) ને સોંપાઈ હતી. જો કે, એક ગંભીર કારણસર તેમની પાસેથી રાજ્ય સરકારે ચાર્જ પાછો લઈ સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્રાંચના વડા (State IB Chief) અનુપમસિંઘ ગેહલોત (Anupam Singh Gehlot) ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિભાવી રહ્યાં છે. કથિત કમીશનકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS) ની બદલી થતાં આ સ્થાન ખુરશીદ અહેમદ (Khursheed Ahmed IPS) ને ત્રણેક મહિના માટે ચાર્જમાં સોંપાયું. સ્ટેટ ટ્રાફિક બ્રાંચ જ્યારથી અમલમાં આવી છે

રથયાત્રા ઈન્ચાર્જ CP કાઢશે ?અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Police Commissioner of Ahmedabad) સંજય શ્રીવાસ્તવ ગત એપ્રિલ મહિનામાં નિવૃત્ત થયા તેના દિવસો પહેલાંથી ચાલી રહેલી ચર્ચા આજે પણ પોલીસ બેડામાં થઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે તે ચર્ચાનો અંત ક્યારે આવશે કોઈને ખબર નથી. દેશના સૌથી મોટા પોલીસ બંદોબસ્તની યાદીમાં અમદાવાદની રથયાત્રા (Ahmedabad Ratha Yatra) સામેલ છે. રથયાત્રા અમદાવાદ પોલીસ માટે સૌથી મોટો પડકાર છે અને તે દર વર્ષે હેમખેમ પૂર્ણ પણ થાય છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ખાલી પડેલા સ્થાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, SOG, EOW અને સાયબર ક્રાઈમના વડા પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) ને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહત્વની જવાબદારી સંભાળતા પ્રેમવીર સિંઘ અમદાવાદ શહેરમાં વિશેષ શાખા અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ચારેક વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે.

કઈ-કઈ જગ્યાઓ ખાલી ?અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ACB ડિરેક્ટર, એડીશનલ ડીજી ઈન્કવાયરી, એડીશનલ ડીજી ટ્રેનિંગ, એડીશનલ ડીજી ટેકનિકલ સર્વિસ, એડીશનલ ડીજી એસસી/એસટી, એડીશનલ ડીજી SMC, એડીશનલ ડીજીપી આર્મ્ડ યુનિટ ગાંધીનગર, જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ હેડ ક્વાર્ટસ અમદાવાદ, આઈજી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, આઈજી મરીન ટાસ્ક ફોર્સ, આઈજી આર્મ્ડ યુનિટ વડોદરા, આઈજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર અને ડીઆઈજી જેલના સ્થાન અધિકારીઓની અછતના કારણે લાંબા સમયથી ખાલી પડ્યા છે.

કયા અધિકારી પાસે કયો ચાર્જ ?રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay IPS) પાસે એડીશનલ ડીજીપી ટ્રેનિંગ અને એડીશનલ ડીજીપી એસસી/એસટી, એડીશનલ ડીજી (આર્મ્ડ યુનિટ રાજકોટ) પી. કે. રોશન (P K Roshan IPS) પાસે એડીશનલ ડીજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર અને આઈજી આર્મ્ડ યુનિટ વડોદરા, આઈજી વહીવટ બ્રજેશકુમાર ઝા (Brajesh Kumar Jha) પાસે એડીશનલ ડીજી ઈન્કવાયરી, એડી ડીજી પ્લાનીંગ એન્ડ મોર્ડનાઈઝેશન ખુરશીદ અહેમદ (Khursheed Ahmed IPS) પાસે એડીશનલ ડીજી ટેકનિકલ સર્વિસ, એડીશનલ ડીજી સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ નિરજા ગોટરૂ (Neeraja Gotru IPS) પાસે એડીશનલ ડીજી સ્ટેટ મોનિટરિંગ સેલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વડા પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) પાસે અમદાવાદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ ટ્રાફિક એન. એન. ચૌધરી (N N Chaudhari IPS) પાસે જોઈન્ટ સીપી હેડ ક્વાટર્સ અમદાવાદ, ડીઆઈજી સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ એ. જી. ચૌહાણ (A G Chauhan IPS) પાસે ડીઆઈજી જેલ, ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી નિલેષ જાજડીયા (Nilesh Jajadia IPS) પાસે આઈજી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ અને આઈજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર તથા એડીશનલ ડીજી એટીએસ અમિત વિશ્વકર્મા (Amit Kumar Vishwakarma IPS) પાસે આઈજી મરીન ટાસ્ક ફોર્સનો ચાર્જ છે.

આ પણ  વાંચો-BJP નેતાની વાપીમાં ગોળી મારી થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખમાં અપાઈ હતી સોપારી