Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસ-AIMIM વચ્ચેના સંબંધો બન્યા વધું સારાં, કોંગ્રેસે અકબરુદ્દીનને શું જવાબદારી સોંપી ?

05:35 PM Dec 08, 2023 | Aviraj

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયેલ કોંગ્રેસ-એઆઈએમઆઈએમ વચ્ચે થયેલ શાબ્દિક જંગ સમાપ્ત થવા જઈ રહી છે. આ માટે સૌ પ્રથમ કોંગ્રેસ દ્વારા પહેલ કરવામાં આવી છે, એવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે…. તેલંગાણામાં કોંગ્રેસ સરકારે જીત હાંસિલ કરી છે. તે ઉપરાંત કોંગ્રેસ સરકાર દ્વારા 9 ડિસેમ્બરના રોજ તેલંગાણા વિધાનસભામાં યોજાવા જઈ રહી કાર્યાવાહીને નેતૃત્વ કરવાની જવાબદારી એઆઈએમઆઈએમના વિધાયક અકબરુદ્દીન ઓવૈસીને સોંપી છે. તે ઉપરાંત આ કાર્યવાહીમાં નવર્મિત દરેક વિધાયકો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે.

જો કે અસુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા સીટમાં આવેલી ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા સીટ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વિધાયક પદ પર તેનાત છે. તેમણે આ સીટ પરથી સતત ત્રણવાર મહારથ હાંસિલ કરી છે. તે ઉપરાંત ઓવૈસીએ ભારત રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ એમ સીતારામ રેડ્ડીને 81, 660 વોટ મેળવીને હરાવવામાં આવ્યા હતાં.

જો કે 2018માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા સીટ પર 80264 વોટથી જીત મેળવી હતી. ત્યારે ઓવૈસીને 95339 વોટ અને બીજા ક્રમે ભાજપના શહજાદી સૈય્યદને 15075 વોટ મળ્યા હતાં. તેથી પણ અગાઉ 2014માં અકબરુદ્દીન ઓવૈસીએ 59.274 વોટ મેળવી રેકોર્ટ તોડ્યો હતો.

પણ અકબરુદ્દીન ઓવૈસી અને વિવાદો વચ્ચે હંમેશા ગાઠ સંબંધ રહ્યો છે. હાલમાં, વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતાં. ત્યાર બાદ ઈલેક્શન કમિશન દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી..

આ પણ વાંચો : PM MODI : ‘પ્રજા પાસેથી જે લૂંટ્યું છે તે પાઇ-પાઇ પરત આપવી પડશે..આ મોદીની ગેરંટી છે’