+

નવા વર્ષની ઉજવણી વચ્ચે કાર સવાર 5 યુવકોએ યુવતીને ઘસડતા થયું દર્દનાક મોત

દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પાંચ છોકરાઓ એક છોકરીને કારમાં ચાર કિલોમીટર સુધી ખેંચી ગયા. જેના કારણે યુવતીનું દર્દનાક મોત થયું હતું. યુવતી શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી, તે દરમિયાન કાર સાથે તેનો અકસ્માત થયો હતો. આ પછી કાર સવારો તેને 4 કિલોમીટર સુધી ઘસેડી હતી.રસ્તાની સાઈડમાંથી લાશ મળીશનિવાર-રવિવારની વચ્ચે, લગભગ 3 વાગ્યે, પોલીસને કાંઝાવàª
દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પાંચ છોકરાઓ એક છોકરીને કારમાં ચાર કિલોમીટર સુધી ખેંચી ગયા. જેના કારણે યુવતીનું દર્દનાક મોત થયું હતું. યુવતી શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી, તે દરમિયાન કાર સાથે તેનો અકસ્માત થયો હતો. આ પછી કાર સવારો તેને 4 કિલોમીટર સુધી ઘસેડી હતી.
રસ્તાની સાઈડમાંથી લાશ મળી
શનિવાર-રવિવારની વચ્ચે, લગભગ 3 વાગ્યે, પોલીસને કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર કોલ આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે. આ માહિતી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે ત્યાં એક યુવતી લોહીલુહાણ હાલતમાં પડી હતી.
કાર સાથે અકસ્માત થયો
આ કેસની પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ખબર પડી કે 23 વર્ષની એક છોકરી સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી, જ્યારે કારમાં બેઠેલા પાંચ છોકરાઓ ત્યાંથી પસાર થયા અને તેની કાર સાથે અકસ્માત થયો. જે બાદ કાર યુવતીને સુલતાનપુરથી કાંઝાવાલા વિસ્તાર સુધી લગભગ 4 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગઈ. આ દરમિયાન યુવતીના શરીર પરથી તમામ કપડા ઉતરી ગયા હતા. યુવતીના શરીરમાં ઘણી ઈજા હતી. જે પછી તેનું મોત થયું હતું.
આરોપી ઝડપાયા
તપાસ બાદ પોલીસે કારમાં સવાર પાંચેય યુવકોને પકડી લીધા છે અને કાર કબજે કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કારમાં બેઠેલા યુવકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે છોકરાઓ દારૂના નશામાં હતા કે કેમ. હાલમાં પોલીસને આ ઘટના સંબંધિત CCTV મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે સુલતાનપુરી વિસ્તારમાં એક મહિલાના મૃતદેહને એક કાર દ્વારા થોડા કિમી સુધી ખેંચવામાં આવી હતી. કારને ટક્કર માર્યા બાદ લાશ કારના વ્હીલમાં ફસાઈ ગઈ હતી અને સાથે ખેંચાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચેય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter