+

મંચ પર માસ્ક સાથે જંગ કરતા નેતાજીનો વિડીયો વાયરલ, જોઇને નહી રોકી શકો હસી

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણીવાર મોટા મંચ પર પણ તમને કોઇ રમૂજી પ્રવૃત્તિ જોવા મળી જતી હોય છે. તાજેતરમાં આવી જ એક પ્રવૃત્તિ કરતા એક નેતા મંચ પરથી કેમેરામાં કેપ્ચર થયા છે. આ વિડીયો  હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં હાલ ચૂંટણીની માહોલ ચાલી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણીમાં તમામ પક્ષ પોતàª

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણીવાર મોટા મંચ પર પણ તમને કોઇ રમૂજી પ્રવૃત્તિ જોવા મળી જતી હોય છે. તાજેતરમાં આવી જ એક પ્રવૃત્તિ કરતા એક નેતા મંચ પરથી કેમેરામાં કેપ્ચર થયા છે. આ વિડીયો  હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે, દેશમાં હાલ ચૂંટણીની માહોલ ચાલી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણીમાં તમામ પક્ષ પોતપોતાના ઉમેદવારો માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન, કેટલાક લોકો કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખી રહ્યા છે જ્યારે કેટલાક માટે હવે કોરોના સમાપ્ત થઈ ગયો છે. આ બધાની વચ્ચે આ દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નેતાજી ચૂંટણીના મંચ પર લગભગ બે મિનિટ સુધી માસ્ક પહેરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે. જણાવી દઇએ કે, આ વિડીયો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિડીયો શિવસેનાની રેલીનો છે. આ રેલીમાં શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માને મંચ પરથી સભાને સંબોધિત કરી રહ્યા છે, જ્યારે મંચ પર તેમની નજીક ઉભેલા અન્ય નેતાજી માસ્ક પહેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે તે લગભગ બે મિનિટ સુધી તે માસ્ક સાથે ફસાયેલા જોવા મળી રહ્યા છે.

ટ્વિટર પર ઘણા યૂઝર્સ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, શિવસેના સાંસદ ધૈર્યશીલ માને મંચ પરથી બોલી રહ્યા છે અને આ વ્યક્તિ તેમની ખૂબ નજીક ઉભો છે. તેઓ N95 માસ્ક પહેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને કેવી રીતે પહરવું આ દૂવિધામાં તે માસ્ક પહેરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. છેવટે જ્યારે અન્ય વ્યક્તિએ તેમને મદદ કરી ત્યારે તેઓ માસ્ક પહેરવામાં સક્ષમ થયા હતા. આ વિડીયો એટલો ફની છે કે તમે જોયા બાદ હસતા જ રહી જશો. વળી આ વિડીયોનાં બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ ડોનનું મ્યુઝિક સંભળાઇ રહ્યું છે. 
Whatsapp share
facebook twitter