Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NCPના ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલ AAPમાં જોડાયા, હાર્દિક પટેલ સામે ઉતરી શકે છે મેદાનમાં

10:54 AM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની રાજનીતિ  તેજ થઈ ગઈ છે. ગુજરાતના રાજકારણના વધુ એક પક્ષપલટાના સમાચાર સામે આવ્યા છે. NCPના ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલ NCP સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં શામેલ થઇ ગયા છે. 
NCPમાંથી આપી દીધું હતું રાજીનામું 
ગુજરાતમાં તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. રેશમા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપી દીધું હતું.. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પાર્ટીનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા હતા. 
વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે?
રેશમા પટેલને હાર્દિક પટેલની સામે એટલે કે વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવા પણ સંકેત મળી રહ્યા છે. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. રેશમા પટેલના આવવાથી ઠાકોર સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી શકે છે. રાજનીતિમાં સમય સાથે બધુ જ નક્કી છે. ત્યારે બુધવારની સાંજ ગુજરાતની રાજનીતિમાં શું નવું લઈને આવે છે તે જોવું રહ્યું. હાલ તો રેશમા પટેલના આપમાં આગમનનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

કોણ છે રેશમા પટેલ ?
રેશમા પટેલનો પરિચય મેળવીએ તો તેઓ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે.તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા. વર્ષ 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા, બાદમાં ભાજપ સાથે વાંધો પડતા તેઓ NCPમાં જોડાયા હતા. NCPએ તેમને પાર્ટીની રાજ્યની મહિલા પાંખના પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ તાજેતરમાં કોંગ્રેસ-NCPના ગઠબંધન બાદ તેમને ટીકીટ ન મળતા તેઓ નારાજ હતા તેવું માનવામાં આવે છે.. અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂકયા છે. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.