+

Surat : ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર IT ના દરોડા, કરચોરી કરનારાઓમાં ફફડાટ!

સુરતમાં (Surat) ગઈકાલે આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના…

સુરતમાં (Surat) ગઈકાલે આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના (Aishwarya Group) કુલ 12 સ્થળે દરોડાની કામગીરી હાથ ધરી છે. 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. સાથે જ મસમોટી રોકડ, 5 બેંક લોકર્સ અને કરોડોના કિંમતી દાગીના કબજે કરવામાં આવ્યા છે. આ મામલે આઈટી વિભાગ (IT department) દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગઈકાલે પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્ણ થતા જ સુરતમાં આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે સુરતમાં (Surat) ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. 40 થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ 5 જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. ત્યારે, હવે એવી માહિતી મળી છે કે અત્યાર સુધી ઐશ્વર્યા ગ્રૂપના (Aishwarya Group) 12 સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમે આ કાર્યવાહી કરી છે. આવકવેરાના એક્શનથી કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

એશ્વર્યા ગ્રૂપની કુલ 8 કંપનીઓ પર કાર્યવાહી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી આવકવેરા વિભાગે (Income Tax department) અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. સાથે કરોડોની રોકડ, દાગીના અને 5 બેંક લોકર્સ પણ કબજે કર્યા છે. એશ્વર્યા ગ્રૂપની કુલ 8 કંપનીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જે હાલ પણ ચાલી રહી છે. માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રૂપની સાથે સાથે સુરતના ડુમ્મસ રોડ પર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી. કોલ બિઝનેસ ગ્રૂપ (Coal Business Group) સાથે સંકળાયેલા મોરબીના (Morbi) સીરામિક પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગના સૂત્રો અનુસાર, મોટાપાયે બેનામી વ્યવહારોની થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – IT Raid : ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ એક્શનમાં, સુરતમાં 5 સ્થળો પર દરોડા

આ પણ વાંચો – Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો – VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

Whatsapp share
facebook twitter