Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NCP નેતા નવાબ મલિકની મુશ્કેલીમાં થયો વધારો, જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી લંબાઈ

08:39 AM Apr 21, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને એનસીપીના નેતા
નવાબ મલિકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મની લોન્ડરિંગ કેસમાં
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી હવે
20
મે સુધી લંબાવવામાં આવી છે. અગાઉ, મની
લોન્ડરિંગ કેસમાં
, MPMLA કોર્ટે, નવાબ
મલિકના કેસની સુનાવણી કરતા
, તેમને 6 મે
સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવાનો આદેશ આપ્યો હતો. 
જણાવી દઈએ કે, મલિકની દાઉદ ઈબ્રાહિમ
સાથેના સંબંધોના કારણે મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે
મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. નવાબ મલિક હાલમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં
કસ્ટડીમાં છે અને તેની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી
અને એનસીપીના એક વરિષ્ઠ નેતાની આ વર્ષે
23 ફેબ્રુઆરીએ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મલિક પર 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના લોકો સાથે
સંબંધો ધરાવતા આતંકવાદીઓને ફંડિંગ કરવાનો આરોપ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે આ
મામલો કથિત રીતે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના નજીકના સહયોગી સાથે મલિકની
પ્રોપર્ટી ડીલ સાથે જોડાયેલો છે. બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (
NCP)ના નેતા નવાબ મલિકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી
હતી.