- નવસારીની પૂર્ણાં, અંબિકા અને કાવેરી નદી ભયનજક સપાટીએ
- ઠેર ઠેર પાણી ભરાતાં ધંધા-રોજગાર ઠપ, લોકોની હાલાત કફોડી
- જિલ્લામાં 1300 થી વધુ લોકોનું સ્થળાંતર, 50 જેટલા માર્ગો બંધ
ગુજરાતનાં વડોદરામાં (Vadodara) તારાજી સર્જાયા બાદ હવે નવસારીમાં (Navsari) પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણાં નદી, અંબિકા નદી (Ambika River) અને કાવેરી નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે. પૂર્ણાં નદીનાં પાણી નવસારીનાં (Navsari) વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર પાણી ભરાતાં ધંધા-રોજગારને પણ માઠી અસર થઈ છે. તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે લોકોનું સ્થળાંતર, ભોજન, પીવાનાં પાણી તેમ જ મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરવાસમાંથી સતત વરસાદના લીધે નવસારીમાં પૂરની સ્થિતિ
23 ફૂટની ભયજનક સપાટીને વટાવી પૂર્ણા નદી 26 ફૂટનાં સ્તરે
પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું
જિલ્લામાં 1300 થી વધુ લોકોનું સ્થળાંતર, 50 જેટલા માર્ગો બંધ
આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં રજા જાહેર
તંત્રે ભોજન,…— Gujarat First (@GujaratFirst) September 3, 2024
પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં પાણી શહેરમાં ફરી વળ્યાં
વડોદરા બાદ હવે નવસારીનાં (Navsari) લોકો કૂદરતી આફતનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે નવસારીનાં લોકો ચિંતામાં મૂકાયા છે. નવસારીની પૂર્ણા નદીની (Purna River) જળ સપાટી 26 ફૂટને પાર કરી જતાં પાણી નવસારીનાં વિવિધ વિસ્તારોમાં પ્રવેશ્યા છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. માહિતી મુજબ, રિંગરોડ વિસ્તાર, ગુનનગર, કાશીવાડી, શાંતાદેવી રોડ, ભેંસત ખાડા, મીઠીલાનગરી, માતાફળિયા કહારવાડ સહિતનાં વિવિધ વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારમાં તો ઘર અને દુકાનોમાં પણ નદીનાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. ભેંસત ખાડામાં ઘૂંટણસમા પાણી ભરાતા કાચા મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે, મહાવીર સોસાયટી અને અલ્પતરું એપાર્ટમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાતાં રહીશોને હાલાકી થઈ છે.
પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટીએ પહોંચી
નવસારીમાં (Navsari) પૂરની સ્થિતિને જોતા તંત્ર દ્વારા પણ અગમચેતીનાં ભાગરૂપે કામગીરી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર ષીપરા અગ્રે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે, ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે નવસારીની અંબિકા (Ambika River), પૂર્ણા અને કાવેરી નદી (Kaveri River) ભયજનક સપાટીએ પહોંચી છે. હાલ, પૂર્ણા નદીની જળ સપાટી 26 ફૂટ, જ્યારે ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીની જળ સપાટી 32 ફૂટ, જેની ભયજનક સપાટી 28 ફૂટ છે. જ્યારે, કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જેની ભયજનક સપાટી 16 ફૂટ છે. તેમણે કહ્યું કે, વરસાદ વધે તો જળ સપાટી વધવાની શક્યતા છે. વાંસદામાં સૌથી વધુ 166 MM વરસાદ પડ્યો છે, જેના કારણે સરા ગામમાંથી 13 લોકોનું સ્થળાંતર કરાયું છે. અત્યાર સુધી 1300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
આ પણ વાંચો – Ahmedabad : જીવરાજ પાર્કમાં મોડી રાતે વરસાદ વચ્ચે ભયાવહ ઘટના, ફ્લેટની સીડીઓ અચાનક ધરાશાયી થઈ અને..!
અગમચેતીનાં ભાગરૂપે તંત્રની કામગીરી
જિલ્લા કલેક્ટરે (Navsari) આગળ જણાવ્યું કે, પૂર્ણા નદીની જળ સપાટી વધવાનાં કારણે ગધેવાન, બેસદ ખાડા અને દશેરી ટેકરી વિસ્તારમાંથી 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ પૂરની સ્થિતિને જોતા ભોજન, પીવાનાં પાણી તેમ જ મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પંચાયતનાં નાના-મોટા 39 અને મુખ્ય 50 માર્ગો પાણી ભરાવવાનાં કારણે બંધ કરાયા છે. પાણી ઓસરતાની સાથે આ માર્ગો ખોલવામાં આવશે. લોકોને પણ વરસાદમાં બહાર ના નીકળવા સૂચના અપાઈ છે. સાથે જ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે.
આ પણ વાંચો – Sardar Sarovar નર્મદા ડેમમાં 1,85,981 ક્યુસેક પાણીની આવક, કાંઠાના ગામોને કરાયા એલર્ટ
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો
સુરતની (Surat) વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે ફરી એકવાર કોઝવેની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉકાઈ ડેમની સપાટી 336.22 છે, ત્યારે કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી છે. કોઝવેની સપાટી મોડી રાત્રે 8.25 થી વધીને 9 મીટરની થઈ હોવાની માહિતી છે. કોઝવેમાંથી હાલ પાણીનો આઉટફલો 1.98 લાખ છે. જણાવી દઈએ કે, સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ ચાલુ જ છે. હાલ, સુરતમાં 14 mm જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – Bharuch: બે કલાકમાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરગ્રસ્ત