+

રોડરેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુની વધી મુશ્કેલીઓ, એક વર્ષની સજા

રોડ રેજ કેસમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને એક મોટો ઝટકો આપ્યો છે. સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. આ રોડ રેજ કેસ 1988નો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી. પરંતુ રોડ રેજમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે ત
રોડ રેજ કેસમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને એક મોટો ઝટકો આપ્યો છે. 
સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. આ રોડ રેજ કેસ 1988નો છે. આ મામલે નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી. પરંતુ રોડ રેજમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે તેની સુનાવણી કરતી વખતે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને સંજય કિશન કૌલની બેન્ચે આ આદેશ આપ્યો હતો. અગાઉ, કોર્ટે રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ સામે નોટિસ લંબાવવાની માગ કરતી અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશને ટાંકીને તેમની સામે રોડ રેજ કેસને લંબાવવાની અરજીનો વિરોધ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીડિતાનું રસ્તામાં લડાઈ કરવાથી મૃત્યુ થયું હોવાના કોઈ પુરાવા નથી. સિદ્ધુએ રોડ રેજ કેસમાં તેની સામેની રિવ્યુ પિટિશનમાં નોટિસ લંબાવવાની માંગ કરતી પીડિતાના પરિવારજનો દ્વારા દાખલ કરાયેલી અરજીનો જવાબ આપતા આ રજૂઆત કરી હતી.
શું હતો મામલો?
27 ડિસેમ્બર 1988ના રોજ આ વિવાદ પટિયાલામાં થયો હતો. જ્યારે પૂર્વ ક્રિકેટર સિદ્ધુએ રસ્તા વચ્ચે જીપ્સી પાર્ક કરી હતી. જ્યારે પીડિત અને અન્ય બે લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક જિપ્સીને જોઈ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને તેને હટાવવા કહ્યું. જેનાથી ચર્ચા શરૂ થઈ હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સિદ્ધુએ પીડિતા સાથે મારામારી કરી હતી અને બાદમાં સ્થળ પરથી ભાગી ગયા હતા. પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે પૂર્વ ક્રિકેટર સિદ્ધુને 1000નો દંડ ફટકારીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જેની સામે પીડિત પક્ષે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
Whatsapp share
facebook twitter