- શિમલામાં થઇ રહેલા હંગામાનું શું છે રહસ્ય?
- મસ્જિદ વિવાદ અને હિંદુઓનો તાજો ગુસ્સો
- 14 વર્ષનો જુનો વિવાદ, હિંદુઓનો આકસ્મિક ગુસ્સો
- શિમલામાં 14 વર્ષ જૂના મસ્જિદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
Shimla : શિમલાના સંજૌલી વિસ્તારની મસ્જિદ (Masjid) માં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાય (Hindu Community) માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 14 વર્ષ જૂનો આ વિવાદ તાજેતરમાં વધુ તીવ્ર બન્યો છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકોએ પ્રદર્શન કર્યું, જે દરમિયાન તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. પથ્થરમારો, લાઠીચાર્જ અને પાણીની તોપોના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો.
વિવાદનું કારણ અને રાજકીય પ્રત્યાઘાત
તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો. મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા અને બહારના રાજ્યોમાંથી આવતા લોકોનું ચેકિંગ વધારવામાં માત્ર ભાજપ જ નહીં કોંગ્રેસના ઘણા નેતાઓ પણ સમર્થન આપી રહ્યા છે. શિમલા (Shimla) ના માલ્યાણા વિસ્તાર કુસુમપતિ વિધાનસભા હેઠળ આવે છે અને કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ સિંહ અહીંના ધારાસભ્ય છે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં માલ્યાણામાં દુકાન ચલાવતા 37 વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હુમલો કરનાર યુવકો મુસ્લિમ છે. તે બહારના રાજ્યનો વતની છે અને શિમલામાં નાનો વેપાર કરે છે. બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી જે મારામારીમાં ફેરવાઈ હતી. આરોપીઓએ વિક્રમ સિંહ પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિક્રમ સિંહને માથામાં લગભગ 14 ટાંકા આવ્યા છે. આ કેસમાં ધારી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી બે સગીર હતા.
#WATCH | Shimla Protests | Himachal Pradesh: Police lathi-charge the protestors at the Sanjauli Market in order to disperse them while they are on their way to the alleged illegal construction of a mosque in the Sanjauli area pic.twitter.com/lE5uL1rbXp
— ANI (@ANI) September 11, 2024
સુખુ સરકારના મંત્રી અનિરુદ્ધે મસ્જિદને ગેરકાયદેસર ગણાવી
મળી રહેલી માહિતી અનુસાર, ગુનો કર્યા બાદ આ આરોપીઓ મસ્જિદમાં છુપાઈ ગયા હતા. ત્યારબાદ હિન્દુ સંગઠનોએ સંજૌલીમાં પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માંગ કરી હતી. ચાલુ મહિનાની શરૂઆતમાં લોકો સંજૌલીની વિવાદિત મસ્જિદની સામે પહોંચ્યા અને મસ્જિદની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. હિંદુ સંગઠનોના બેનર હેઠળ પ્રદર્શનકારીઓએ આ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રશાસનને તેને તોડી પાડવાની માંગ કરી હતી. આ પછી આ મામલાને રાજકીય મહત્વ મળવા લાગ્યું હતું. હિમાચલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો મુખ્ય રીતે સામે આવ્યો હતો. સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્વ સિંહે વિધાનસભામાં કહ્યું કે આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. તેમણે વિધાનસભામાં એમ પણ કહ્યું કે, બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે. તેમણે લવ જેહાદ વિશે પણ વાત કરી અને શિમલામાં રોહિંગ્યાઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો.
મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી
સંજૌલીની આ વિવાદિત મસ્જિદનો કેસ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે ત્યારપછી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સરકારો હતી, પરંતુ કોઈપણ સરકારના કાર્યકાળમાં આ અંગે ગંભીરતા દેખાઈ નથી. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓની પણ બેદરકારી માનવામાં આવી રહી છે. વાસ્તવમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચારથી પાંચ માળ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પર એવો પણ આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામને કારણે વીજળી અને પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું નથી. મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ વડાએ કોર્ટને જણાવ્યું કે, વર્ષ 2012 સુધી મસ્જિદ બે માળની હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામ થયું. નવાઈની વાત એ પણ છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયું. મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. જોકે, આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે કોર્ટમાં થશે.
આ પણ વાંચો: Shimla માં મસ્જિદ વિવાદ પર હિંદુ સંગઠનોનું પ્રદર્શન, બેરિકેડિંગ તોડ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો