- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- કિશ્તવાડમાં સેનાના 2 જવાન શહીદ
- 4 જવાન ઘાયલ, 2 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ના કિશ્તવાડના ચટરું વિસ્તારમાં સેના અને આતંકીઓ (Army and Terrorists) વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ અથડામણમાં સેનાના 2 જવાન શહીદ (2 army soldiers) થયા છે અને 4 જવાન ઘાયલ (Injured) થયા છે. ઘવાયેલા જવાનોને એન્કાઉન્ટર સ્થળ (encounter site) પરથી બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે.
સેનાના 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 4 જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડના ચટરું વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દરમિયાન, કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની એક અલગ અથડામણમાં જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ મહિનાની 18 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ડોડા, કિશ્તવાડ અને રામબન જિલ્લાની આઠ વિધાનસભા સીટ પર 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ સાથે જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 બેઠકો પર પણ મતદાન થવાનું છે.
Kishtwar Encounter Update | Two India Army Soldiers lost their lives in Kishtwar Encounter: White Knight Corps
Two other Indian Army soldiers have been injured in the encounter with terrorists and are undergoing treatment pic.twitter.com/DH6jNRLIKS
— ANI (@ANI) September 13, 2024
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ સંયુક્ત ઓપરેશન
આ પહેલા સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો હતો કે શુક્રવારે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટર પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે, જે નૈદગામ ગામની ઉપરના વિસ્તારો હેઠળ ચટરું પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ એન્કાઉન્ટર પહેલા, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટ શહેરમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદી છુપાયાની શોધ કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે 12 સપ્ટેમ્બર 2024ના રોજ ચોક્કસ માહિતીના આધારે પોલીસ, સેના અને CRPFએ ચમરાડ સુરનકોટના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: JK Electionમાં આતંકીઓનો નાપાક મનસૂબો..આર્મીને મળ્યો….