+

ચૂંટણી આવવી અને સાંપ્રદાયિક વાતાવરણ બગડવું એ કોઈ સંયોગ નથી : Akhilesh Yadav

બહરાઈચ હિંસા: અખિલેશે સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ UP માં પેટા ચૂંટણી પહેલા સાંપ્રદાયિક વાતાવરણમાં ગરમાવો બહરાઈચમાં હિંસા માટે સરકાર જવાબદાર: અખિલેશ યાદવ Akhilesh Yadav : ઉત્તર પ્રદેશમાં જલ્દી જ…
  • બહરાઈચ હિંસા: અખિલેશે સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
  • UP માં પેટા ચૂંટણી પહેલા સાંપ્રદાયિક વાતાવરણમાં ગરમાવો
  • બહરાઈચમાં હિંસા માટે સરકાર જવાબદાર: અખિલેશ યાદવ

Akhilesh Yadav : ઉત્તર પ્રદેશમાં જલ્દી જ પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે તે પહેલા સાંપ્રદાયિક વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના બહરાઈચ જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના જોવા મળી હતી. આ દરમિયાન એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ જિલ્લામાં ઈન્ટરનેટ પણ બંધ કરવું પડ્યું હતું. આ દરમિયાન યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક પોસ્ટ કરી છે.

સરકાર જાણી જોઇએને આવું કરી રહી છે : Akhilesh Yadav

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) બહરાઈચમાં થયેલી હિંસાને ચૂંટણી સાથે જોડીને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે X પર પોસ્ટ કર્યું છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘ચૂંટણીનું આગમન અને સાંપ્રદાયિક વાતાવરણ બગડવું એ કોઈ સંયોગ નથી. જનતા બધું સમજી રહી છે. હારના ડરથી હિંસાનો આશરો લેવાની જૂની વ્યૂહરચના કોની છે તે સૌ જાણે છે. આ પેટાચૂંટણીનો દસ્તક છે. જો સરકાર કોસ્મેટિક કાયદો અને વ્યવસ્થાને બદલે સાચી નક્કર વ્યવસ્થા કરે તો બધું સારું થઈ જાય, પણ આ ત્યારે જ થશે જ્યારે આ સરકાર ઈચ્છશે. જણાવી દઈએ કે, અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે બહરાઈચ અને અન્ય સ્થળોએ થઈ રહેલી હિંસા માટે સરકાર, પ્રશાસન અને તેમની વોટ બેંકની રાજનીતિ જવાબદાર છે. તેઓ જાણી જોઈને આવું કરી રહ્યા છે.

સૌ કોઇ જાણે છે કે આવું કેમ થયું : Akhilesh Yadav

અખિલેશ યાદવે કહ્યું કે, બહરાઈચમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. વહીવટીતંત્ર, સરકાર અને મીડિયા જાણે છે કે આવું કેમ થયું. અખિલેશે કહ્યું કે સરકારે આ મામલે ન્યાય કરવો જોઈએ. જ્યારે શોભાયાત્રા શરૂ થઈ ત્યારે પ્રશાસને તેના રૂટ, રૂટ પર પૂરતી સુરક્ષા અને પૂરતી પોલીસ તૈનાત પર ધ્યાન આપવું જોઈતું હતું. આ સિવાય તેમણે લાઉડસ્પીકર પરથી ગીતો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો હું તમને કહું કે તે લાઉડસ્પીકર પર શું વગાડવામાં આવતું હતું, તો સરકાર કંઈક બીજું કહેશે. વહીવટીતંત્રએ ઓછામાં ઓછું તે વાતનું ધ્યાન રાખવું જોઇતું હતું કે, લાઉડસ્પીકર પર શું વગાડવામાં આવી રહ્યું છે, શું તેઓ કોઈનું અપમાન કરી રહ્યા છે. અખિલેશે કહ્યું કે, સમગ્ર જવાબદારી પ્રશાસન અને સરકારની હતી.

આ પણ વાંચો: ભારત અને કેનેડાના સંબંધોમાં આવી ખટાશ! કેન્દ્ર સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

Whatsapp share
facebook twitter