Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દ્રૌપદી મૂર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી, PM મોદી અભિનંદન આપવા ઘરે પહોંચ્યા

08:21 PM Apr 22, 2023 | Vipul Pandya

NDAના ઉમેદવાર
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. મતગણતરીના ત્રીજા રાઉન્ડમાં
તેમને રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા વોટ મળ્યા છે. તેમણે વિપક્ષી ઉમેદવાર
યશવંત સિન્હાને જંગી અંતરથી હરાવ્યા હતા. મતગણતરીનો હજુ એક રાઉન્ડ બાકી છે
,
પરંતુ તે માત્ર ઔપચારિકતા છે.


પીએમ મોદી
દિલ્હીમાં દ્રૌપદી મૂર્મુના ઘરે પહોંચ્યા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં
તેમની સાથે છે. બંનેએ મૂર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
હતા. મૂર્મુની જીત પર મોદીએ ટ્વિટ પણ કર્યું છે. તેમણે લખ્યું કે ભારતે ઈતિહાસ
રચ્યો છે. જ્યારે ભારત આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આદિવાસી
સમાજમાંથી આવતી ભારતની દિકરીને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી છે.

રક્ષા મંત્રી
રાજનાથ સિંહે પણ દ્રૌપદી મૂર્મુને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસરકારક જીત નોંધાવવા માટે શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીને
અભિનંદન. તે ગામડાઓમાં
, ગરીબો, વંચિતો તેમજ ઝૂંપડપટ્ટીમાં લોક કલ્યાણ માટે સક્રિય રહી છે. આજે તે
તેમની વચ્ચેથી સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. આ ભારતીય લોકશાહીની તાકાતનો
પુરાવો છે.


 

અમિત શાહ,
જેપી નડ્ડાએ અભિનંદન પાઠવ્યા હતા

દ્રૌપદી
મુર્મુની જીત પર અમિત શાહે લખ્યું કે
, એક ખૂબ જ
સામાન્ય આદિવાસી પરિવારમાંથી આવતા
NDAના ઉમેદવાર
દ્રૌપદી મુર્મુની ચૂંટણી આખા દેશ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે
, હું તેમને અભિનંદન આપું છું.


તેમને અભિનંદન
આપતાં જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાંથી મહિલાનું રાષ્ટ્રપતિ પદ
સુધી પહોંચવું એ દેશ માટે એક સુવર્ણ ક્ષણ છે
, મને ખાતરી છે કે વહીવટી અને સામાજિક કાર્યમાં તમારી કુશળતા અને
અનુભવનો દેશને પુષ્કળ લાભ મળશે.

 

યશવંત સિંહાએ
દ્રૌપદી મૂર્મુને અભિનંદન પાઠવ્યા 

યશવંત સિંહાએ
દ્રૌપદી મૂર્મુને જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું કે હું દ્રૌપદી મુર્મુને
જીત માટે અભિનંદન આપું છું. ભારતને આશા છે કે તે કોઈપણ ડર કે પક્ષપાત વિના
બંધારણના રક્ષક તરીકે કામ કરશે.


રાહુલ ગાંધી,
અરવિંદ કેજરીવાલે અભિનંદન પાઠવ્યા 

વિપક્ષી
પાર્ટીઓના નેતાઓએ પણ દ્રૌપદી મૂર્મુને જીત પર અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ
લખ્યું કે દ્રૌપદી મુર્મુને દેશના 15માં રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન. બીજી તરફ
,
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે
દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર આદરણીય દ્રૌપદી મુર્મુને ખૂબ ખૂબ અભિનંદન
અને શુભેચ્છાઓ.