Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ-RJD વચ્ચે ટાઇ, બન્નેએ જીતી 1-1 બેઠકો

02:27 AM Apr 26, 2023 | Vipul Pandya

બિહારમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ-આરજડી બન્નેનું પ્રદર્શન સમાન રહ્યું છે ..ભાજપ અને આરજેડી બન્નેએ એક-એક સીટ જીતી હતી.. મોકામામાં બાહુબલી અનંત સિંહની પત્ની અને આરજેડી ઉમેદવાર નીલમ દેવીએ બીજેપીની સોનમ દેવીને હરાવ્યા. ગોપાલગંજમાં દિવંગત સુભાષ સિંહની પત્ની અને બીજેપી ઉમેદવાર કુસુમ દેવીએ નજીકના મુકાબલામાં આરજેડીના મોહન ગુપ્તાને હરાવ્યા. અગાઉ પણ મોકામાની સીટ આરજેડી પાસે અને ગોપાલગંજની સીટ બીજેપી પાસે હતી..આમ  બન્ને પાર્ટીઓએ પોત-પોતાની સીટ જાળવી રાખી છે. 
મોકામા બેઠક પર RJDએ બાજી મારી 
મોકામા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આરજેડીની નીલમ દેવીએ બીજેપીની સોનમ દેવીને 16,741 મતોના માર્જિનથી હરાવ્યા. નીલમ દેવીને 53 ટકાથી વધુ વોટ મળ્યા.નીલમ દેવી બાહુબલી અનંત સિંહની પત્ની છે.અનંત સિંહને અપરાધિક મામલામાં દોષિત ઠેરવ્યા બાદ તેમનું ધારાસભ્યપદ રદ કરવામાં આવી હતું, ત્યારબાદ અહીં પેટાચૂંટણી આવી હતી. આરજેડીએ આ બેઠક પરથી અનંત સિંહની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા,જેમને જેડીયુ-કોંગ્રેસ સહિત મહાગઠબંધનના તમામ પક્ષોનું સમર્થન મળ્યું. મોકામાને આરજેડીનો ગઢ પણ માનવામાં આવે છે.
ગોપાલગંજમાં ભાજપની જીત 
બીજી તરફ ગોપાલગંજ વિધાનસભા સીટ પર ભાજપ અને આરજેડી વચ્ચે જંગ ખેલાયો હતો. અહીંથી બીજેપી ઉમેદવાર કુસુમ દેવીએ આરજેડીના ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તાને 2183 વોટથી હરાવ્યા. વિજય કુસુમ દેવી પૂર્વ મંત્રી સુભાષ સિંહના પત્ની છે. સુભાષ સિંહના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. જો કે આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે, ગોપાલગંજ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો હોમ જિલ્લો પણ છે. આવી સ્થિતિમાં અહીં આરજેડીનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો હતો.