શ્રદ્ધા મર્ડર કેસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ હત્યાકાંડના આરોપી આફતાબની કરમકુંડળી કાઢવા માટે પોલીસની ટીમ કામે લાગી છે. રવિવારે દિલ્હી પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે તળાવને ખાલી કરવામાં લાગી છે, વાસ્તવમાં પોલીસને તેવી જાણકારી મળી છે કે, આરોપીએ છતરપુર એનક્લેવ સ્થિત આ તળાવમાં શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું. જેને ખાલી કરીને શ્રદ્ધાનું માથું શોધવા માટે લોકોની ટીમ અને મશીનરી કામે લાગી છે.
દિલ્હી પોલીસની ટીમને અત્યાર સુધીમાં જંગલોમાંથી અલગ-અલગ હાડકાંના 17 ટુકડા મળ્યા છે. જેમને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક એક્સપર્ટનું કહેવુ છે કે આ હાડકાં મનુષ્યના છે. જોકે આ હાડકાં શ્રદ્ધાના જ છે કે કેમ તે સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ હાડકાંઓમાં તેજધારવાળા હથિયારથી કાપવામાં આવ્યા હોય તેવા નિશાન પણ જોવા મળ્યા છે.
5 રાજ્યો સુધી પહોંચી તપાસ
શ્રદ્ધા મર્ડર કેસની તપાસ 5 રાજ્યો સુધી પહોંચી છે. દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી આ કેસની તપાસ ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.