Lok Sabha Election પહેલા મોદી સરકાર એક પછી એક મોટા નિર્ણય લઇ રહી છે. એકવાર ફરી સરકારે સામાન્ય જનતાને ભેટ આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા ભાવ શુક્રવાર (15 માર્ચ) થી લાગુ થશે. જણાવી દઈએ કે સામાન્ય જનતા દ્વારા પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી ઉપભોક્તા ખર્ચમાં વધારો થશે અને ડીઝલ પર ચાલતા 58 લાખથી વધુ ભારે માલસામાન વાહનો, 6 કરોડ કાર અને 27 કરોડ ટુ-વ્હીલર્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.
આ પણ વાંચો – દેશમાં Petrol and diesel ના ભાવ ઘટ્યા, કાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ લાગુ
આ પણ વાંચો – RAJASTHAN : હડતાલને લઇ આજથી બે દિવસ પેટ્રોલ-ડીઝલની મોકાણ
આ પણ વાંચો – Petrol Pirates: સરકારી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું