Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રક્ષાબંધનના તહેવાર પર મોદી સરકારે મધ્યમ વર્ગને આપી મોટી રાહત, રાંધણ ગેસની કિંમતમાં કર્યો આટલો ઘટાડો

04:05 PM Aug 29, 2023 | Viral Joshi

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી છે. સરકારે ઘર વપરાશમાં ઉપયોગમાં આવતા ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકારે રાંધણગેસની કિંમતમાં 200 રૂપિયાની સબસીડીની જાહેરાત કરી છે. આ સબસિડી ઉજ્જ્વલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે.

200 રૂપિયા સુધી ઘટી શકે છે કિંમત

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જુલાઈ મહિનાની શરૂઆતમાં રૂ. 50 પ્રતિ સિલિન્ડરનો ભાવ વધાર્યો હતો. આ પહેલા મે મહિનામાં કંપનીઓએ બે વખત ભાવ વધાર્યાં હતા. અગાઉ સુત્રો અનુસાર સિલિન્ડરની કિંમત 200 રૂપિયા સુધી ઘટી શકે છે. મોંઘવારીથી સામાન્ય માણસને રાહત મળે અને તેની સાથે અગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી છે તે માટે સરકાર આ પગલું ભરવા જઈ રહી છે તેવી ચર્ચા ચાલી રહી હતી જે સાચી ઠરી છે.

રાજ્ય સરકારોની રાહતની જાહેરાત

આ વર્ષે અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ ગેસ સિલિન્ડર પર છૂટ આપવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાંધણગેસમાં રાહત આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઘટી શકે

રાજ્ય સરકારોની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર પર દબાણ વધ્યું છે જેને જોતા સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. આ સિવાય સરકાર પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં પણ રાહત આપી શકે છે. પેટ્રોલિયમ કંપનીઓને સારી કમાણી થઈ છે અને કોરોનાના સમયગાળા દરમિયાન થયેલું નુંકસાન પણ સરભર થઈ ચુક્યું છું એવામાં સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં પણ ઘટાડો કરી શકે છે.

આ પણ વાંચો : ‘જરૂરી નથી કે ચૂંટણી સમયસર જ થાય કેન્દ્ર ગમે ત્યારે ચૂંટણી યોજી શકે છે’નીતિશ કુમારનું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.