ઓડિશાના ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમકેસીએચ મેડિકલ કોલેજ, બેરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી.
10 killed, several injured in bus accident in Odisha's Ganjam district
Read @ANI Story | https://t.co/Tez104UjFk#Odisha #accident pic.twitter.com/gafGPnAuWM
— ANI Digital (@ani_digital) June 26, 2023
ઘટના અંગે એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને નજીકની MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંના ઘણા ઘાયલોની હાલત નાજુક છે.
Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment.
"Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl
— ANI (@ANI) June 26, 2023
ઘાયલોને શક્ય તમામ મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ – DM
આ મામલે માહિતી આપતાં ગંજમના ડીએમ દિવ્યા જ્યોતિ પરિદાએ જણાવ્યું હતું કે, “બે બસો અથડાયા હતા, જેમાં 10 લોકોના મોત થયા હતા. ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે.” અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે.”
આ પણ વાંચો : US અને ઈજિપ્ત પ્રવાસથી પરત ફર્યા બાદ PM મોદીનો પહેલો સવાલ કે, ‘દેશમાં શું ચાલી રહ્યું છે’, જાણો કેમ પૂછ્યું આવું…