મધ્યપ્રદેશના મંદસૌર પહોંચેલા પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ધર્મ પરિવર્તનને લઈને મોટો નિર્ણય લીધો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ ધર્મ પર પુસ્તક લખવાની જાહેરાત કરી છે. હિંદુ ધર્મમાં ધર્મ પરિવર્તન અટકાવવા માટે તેઓએ જાહેરાત કરી છે તે આ માટે તેઓ પુસ્તક લખશે અને ફ્રીમાં લોકોને આ પુસ્તક વહેંચશે.
ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ સનાતનની દરેક બાબત પર પોતાની વાત રાખે છે, તેઓ લવ જેહાદ અને ધર્મ પરિવર્તન વિશે પણ અવાજ ઉઠાવે છે. તે વારંવાર તેના વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે. મધ્યપ્રદેશના મંદસૌર પહોંચેલા બાબા બાગેશ્વરે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી અને કહ્યું કે તેઓ હિન્દુ ધર્મ પર પુસ્તક લખશે. આ સાથે બાગેશ્વર બાબાએ એમ પણ કહ્યું કે તેમના પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
ટુંક સમયમાં લખશે પુસ્તક
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હું સનાતન ધર્મ પર પુસ્તક લખવાનું વિચારી રહ્યો છું. આ માટે હું ટુંક સમયમાં મારા રોજબરોજના કામમાંથી સમય કાઢી અને એકાંતમાં બેસીને આ પુસ્તક તૈયાર કરીશ. તેમણે જણાવ્યું આ પુસ્તકોનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પુસ્તક વાંચીને લોકો જાણી શકશે કે હિન્દુ ધર્મ શું છે.
કેરળ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે, અનેક વખત સવાલ ઉભા થાય છે કે હિન્દુ ધર્મ છે. હાલમાં જ ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં પણ આ વાત ચર્ચામાં આવી હતી એટલે જ હવે તેઓ લોકોને એ જણાવવા માટે પુસ્તક લખશે કે હિંદુ ધર્મ શું છે? ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર બાબાએ પણ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી છે. ભારત પહેલેથી જ એક હિંદુ રાષ્ટ્ર છે, તેને માત્ર જાહેર કરવાનું બાકી છે.
આ પણ વાંચો : અત્યંત સાદગીપૂર્ણ રીતે નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન સંપન્ન, એક પણ વીવીઆઇપી હાજર નહીં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.