રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ ગઈકાલે રાત્રે લખનઉ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી હતી.
15 લોકોના નિવેદન નોંધ્યા
SITએ બ્રિજભૂષણના ઘરે હાજર 15 લોકોના નિવેદન નોંધ્યા છે. દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા છે. જો કે આ તપાસ બાદ પોલીસ ટીમ દિલ્હી પરત ફરી હતી.
અત્યાર સુધીમાં 137 લોકોના નિવેદન નોંધાયા
21 એપ્રિલે 7 મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે 28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના બે કેસ નોંધ્યા હતા. પ્રથમ FIR સગીર દ્વારા કરવામાં આવેલા આરોપો પર આધારિત છે. આ અંગે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે, બીજી FIR અન્ય કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોથી સંબંધિત છે. આ કેસોમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 137 લોકોના નિવેદન નોંધ્યા છે.
ગૃહમંત્રી સાથે બેઠક
ઉલ્લેખનીય છે કે, શનિવારે જ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અનિર્ણિત રહી હતી. જો કે, આ મીટિંગ પછી, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સોમવારે રેલ્વેમાં તેમની નોકરી પર પરત ફર્યા છે.
આ પણ વાંચો : રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ, કહ્યું આંદોલન યથાવત રહેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.