+

દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ

Rain Alert : દેશમાં ચોમાસું (Monsoon) બેસી ગયું છે, તેમ છતા ઘણા રાજ્યોમાં આજે પણ આકરી ગરમીથી લોકો પરેશાન છે. વળી ઘણા રાજ્યોમાં થોડો વરસાદ (Rain) પડ્યા બાદ બફારાના કારણે…

Rain Alert : દેશમાં ચોમાસું (Monsoon) બેસી ગયું છે, તેમ છતા ઘણા રાજ્યોમાં આજે પણ આકરી ગરમીથી લોકો પરેશાન છે. વળી ઘણા રાજ્યોમાં થોડો વરસાદ (Rain) પડ્યા બાદ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. Delhi-NCRમાં છેલ્લા 2 દિવસથી ભેજથી લોકો પરેશાન છે. દેશના મેદાની વિસ્તારોમાં લોકો ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain) ને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. આસામ (Assam) ના તમામ 29 જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના 20 જિલ્લાઓ પૂર માટે સંવેદનશીલ છે.

દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ભારતના ઉત્તર ભાગમાં વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં નદીઓ ઝડપથી વહી રહી છે. ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ છે. કર્ણાટકમાં આજે સવારે ભારે ભૂસ્ખલન થયું હતું. વળી, હવામાન વિભાગ સતત ભારે વરસાદનું એલર્ટ જારી કરી રહ્યું છે. આજે પણ હવામાન વિભાગે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં સવારે તડકો છે, પરંતુ સાંજ સુધીમાં હવામાન બદલાઈ શકે છે. આજે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારો અને નજીકના શહેરો ગાઢ ઘેરા વાદળોથી ઢંકાઈ જશે. આવી સ્થિતિમાં આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહી શકે છે. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.

કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ

વિશાખાપટ્ટનમના ચક્રવાત ચેતવણી કેન્દ્રના એમડી શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, 19 જુલાઈએ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ચક્રવાત સર્જાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આસામ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુમાં આગામી 5 દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહેશે. વાવાઝોડાની સંભાવના છે અને ભારે વરસાદ માટે રેડ એલર્ટ રહેશે. કર્ણાટક, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, ગોવામાં 20 જુલાઈ સુધી વાદળો વરસતા રહેશે. નેપાળ સરહદેથી પસાર થતી ભારતીય નદીઓમાં ઉછાળો છે, તેથી ઘણા ગામોમાં પૂરનો ભય છે.

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. તેમજ લોકોને લેન્ડ સ્લાઈડ વાળા વિસ્તારો અને નદી નાળાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તમને પહાડી વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં હિમાચલમાં ભારે વરસાદને કારણે મનાલી, કુલ્લુ, કાંગડા, ધર્મશાલા સહિત અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે. ઉત્તરાખંડમાં પણ લેન્ડ સ્લાઈડને કારણે અનેક જગ્યાએ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયા છે. આથી સરકારે ચાર ધામ યાત્રાને લઈને એડવાઈઝરી જારી કરી છે કે વરસાદની સ્થિતિમાં શ્રદ્ધાળુઓએ જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ.

આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, કેરળમાં વરસાદ પડી શકે છે. , પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા વગેરે રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ ચોમાસું ધીમી પડી શકે છે, પરંતુ 20 જુલાઈથી હવામાન ફરી બદલાશે.

આ પણ વાંચો – Assam Flood : 1300થી વધુ ગામો પાણીમાં ગરકાવ, 100થી વધુના મોત

આ પણ વાંચો – Maharashtra : અંજનેરી પર્વત પર પાણીના જોરદાર પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા, 6 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ…

Whatsapp share
facebook twitter