Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amarnath Yatra : અત્યાર સુધીમાં 2.5 લાખ ભક્તોએ કર્યા દર્શન

01:16 PM Jul 11, 2024 | Hiren Dave

Amarnath Yatra : : અમરનાથ યાત્રા (Amarnath Yatra )અને ચારધામ યાત્રાનું ખૂબ મહત્વ છે. વર્ષે લાખોની સંખ્યામાં અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે છે. ત્યારે હાલમાં હવામાન ખરાબ હોવાને કારણે ચારધામ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અમરનાથ યાત્રામાં શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે ભક્તોએ અમરનાથની યાત્રા કરી છે.

આજે શ્રદ્ધાળુઓનો 14મો સમૂહ રવાના

કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે 4,800 થી વધુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગુરુવારે વહેલી સવારે જમ્મુ શહેરથી નીકળી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના રક્ષણ હેઠળ 4,885 યાત્રાળુઓની 14મી બેચ બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી સવારે 3.06 વાગ્યે રવાના થઈ હતી. આતંકવાદી હુમલા અને ત્યારપછીના ઓપરેશન બાદ ભગવતી નગર બેઝ કેમ્પ અને યાત્રાના રૂટની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

4800 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના થયા

અધિકારીઓએ જણાવ્યું કે 14મી બેચમાં 2,366 પુરૂષો, 1,086 મહિલાઓ, 32 બાળકો અને 163 ‘સાધુ’ અને ‘સાધ્વીઓ’નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 2,991 તીર્થયાત્રીઓએ યાત્રા માટે 48 કિલોમીટર લાંબો પરંપરાગત પહેલગામ માર્ગ પસંદ કર્યો છે જ્યારે 1,894 તીર્થયાત્રીઓ ગુફા મંદિર સુધી પ્રમાણમાં ટૂંકા (14 કિમી) પરંતુ મુશ્કેલ બાલટાલ માર્ગ અપનાવશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 28 જૂને અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી.

અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે

ત્યારથી, કુલ 77,210 શ્રદ્ધાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે. 52 દિવસની યાત્રા ઔપચારિક રીતે 29 જૂનના રોજ કાશ્મીરના બે બેઝ કેમ્પથી શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ગયા વર્ષે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ખતરાની આકલન કર્યા પછી, બેઝ કેમ્પ, જમ્મુમાં ‘લોજ’, લખનપુર ખાતે આગમન કેન્દ્ર અને હાઈવે પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે યાત્રાના સ્થળોની આસપાસ વાહનોની તપાસ અને લોકોની તપાસ સઘન બનાવવામાં આવી છે.

આ પણ  વાંચો  – Jammu and Kashmir : ઉધમપુરમાં એન્કાઉન્ટર, આતંકીઓ સાથે એન્કાઉન્ટર, સર્ચ ઓપરેશન ચાલુ…

આ પણ  વાંચો  – Controversy : IAS ઓફિસર પૂજા ખેડકર કોણ છે ? જેના નખરાં….

આ પણ  વાંચો  ISRO જાસૂસી કેસમાં પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણને ફસાવાનું કાવતરું…