Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SUPREME COURT એ મહિલાઓને પીરિયડસના સમયમાં રજા આપવા અંગે લીધો આ મહત્વનો નિર્ણય!

05:33 PM Jul 08, 2024 | Harsh Bhatt

મહિલાઓને પીરિયડસના સમયમાં રજા આપવા અંગેની બાબત વિશે ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ બાબત ઉપર તમે પહેલા પણ ઘણા અહેવાલ વાંચ્યા હશે. પરંતુ હવે આ બાબત ઉપર SUPREME COURT એ મહત્વનો નિર્ણય લીધો છે. પીરિયડ્સ દરમિયાન રજાની માંગ કરતી અરજી પર SUPREME COURT એ કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે અરજદારને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવનો સંપર્ક કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે મંત્રાલયના સચિવે આ મામલે નીતિ બનાવવા પર વિચાર કરવો જોઈએ, પરંતુ આ અંગે નીતિ બનાવતા પહેલા સચિવે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સલાહ લેવી જોઈએ.

SUPREME COURT એ માસિક રજાની માંગ કરતી PIL નો નિકાલ કર્યો

મહિલા કર્મચારીઓ માટે માસિક રજાની માંગ અંગે હવે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર બાબત એમ છે કે, સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ માટે માસિક રજાની માંગ કરતી PILનો નિકાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબત અંગે હિતધારકો અને રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. અહી એક મહત્વની બાબત એમ છે કે, આવો નિર્ણય જો લેવામાં આવે તો માસિકના કારણે રજાના લીધે મહિલાઓ પોતાના વર્કફોર્સથી દૂર થઈ શકે છે જેના કારણે વર્કપ્લેસ ઉપર ભેદભાવ થઈ શકે છે. માટે આ પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈને કહેવામાં આવ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે ત્યાં ભેદભાવ થાય. મહિલાઓની સુરક્ષા માટે આપણે જે પણ પ્રયાસ કરીએ છીએ તે તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં રજા આપવાનો મામલો નીતિગત નિર્ણય છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સામેલ થઈ શકે છે. તેથી અરજદારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ.

હાલ આ દેશમાં મહિલાઓને મળે છે પીરિયડમાં લીવ?

  • ઓસ્ટ્રેલિયા
  • રશિયા
  • જાપાન
  • બ્રિટન
  • દક્ષિણ કોરિયા
  • ઈટલી

શું છે આ અરજી

આ અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને વર્કિંગ વુમનને માસિક ધર્મના દિવસોમાં રજા આપવામાં આવે. માસિક સ્રાવના દિવસોમાં મહિલાઓને રજા આપવાના નિયમો બનાવવા જોઈએ. આ માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને સૂચના આપવી જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માતૃત્વ લાભ અધિનિયમ 1961 ની કલમ 14 દેશમાં યોગ્ય રીતે અમલમાં છે.

આ પણ વાંચો : Punjab : સરાજાહેર અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત