Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bihar : દરભંગામાં CTET પરીક્ષામાં છેતરપિંડી, બીજાની પરીક્ષા આપતા પકડાયા આટલા ‘મુન્નાભાઈ’

09:09 AM Jul 08, 2024 | Dhruv Parmar

CTET જુલાઈ સત્રની પરીક્ષા ગઈકાલે દેશભરમાં લેવામાં આવી હતી. આ દરમિયાન બિહાર (Bihar)ના દરભંગા જિલ્લામાંથી પરીક્ષામાં ગોટાળાના સમાચાર સામે આવ્યા છે. અહીં નકલી રીતે CTET પરીક્ષા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહાર (Bihar) પોલીસે રવિવારે દરભંગા જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) – 2024 માં હાજરી આપવાના આરોપસર બે મહિલાઓ સહિત 12 લોકોની ધરપકડ કરી હતી.

આ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી…

દરભંગા વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) જગુનાથ રેડ્ડીએ જણાવ્યું કે, “લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિવિધ કેન્દ્રોમાંથી નવની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક કેન્દ્રમાંથી બે અને બહાદુરપુર પોલીસ સ્ટેશન હેઠળના કેન્દ્રમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે સાચા પરીક્ષાર્થીઓ વિશે પણ તપાસ કરી રહી છે…

પોલીસે જણાવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટસ્કેન દ્વારા આ છેતરપિંડી શોધી કાઢવામાં આવી હતી. પોલીસે નિરીક્ષકો અને સંચાલકોની ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નકલી ઉમેદવારો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

11 લોકોની ધરપકડ…

તમને જણાવી દઈએ કે, રાજસ્થાન ફોરેસ્ટ ગાર્ડ ભરતી પરીક્ષા 2022 પેપર લીક કેસમાં SOG અને પોલીસે કુલ 11 લોકોની ધરપકડ કરી છે. SOG એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવીણ માલવિયા અને તેની પત્ની સવિતાની બાંસવાડા જિલ્લામાં 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ પછી શનિવારે આ કેસમાં ડામોર, સુભાષ ડીંડોર, વીરસિંહ, શીલા, નિરમા ડામોર, શિલ્પા મેડા, સંગીતા ગરાસિયા, ઈશ્વરલાલ અને અભિમન્યુની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા 13 નવેમ્બર 2022 ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી આજે Russia ના પ્રવાસે જશે, કોરોના બાદ પહેલીવાર પુતિનને મળશે…

આ પણ વાંચો : Mumbai : ભારે વરસાદને કારણે મુંબઈમાં સ્થિતિ વણસી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ…

આ પણ વાંચો : Worli hit and run case: મુંબઈમાં Liquor પીને અકસ્માત કરવાનો સિલસિલો યથાવત