+

Assam માં 225 રસ્તાઓ અને 10 પુલ ધરાશાયી, 24 લાખથી વધુ લોકો પ્રભાવિત…

ચોમાસાનો વરસાદ હમણાં જ શરૂ થયો છે અને પૂરને કારણે આસામ (Assam)માં જનજીવન ખોરવાઈ ગયું છે. અહીની મોટાભાગની નદીઓમાં ઉછાળો આવ્યો છે અને ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. સરકારી આંકડાઓ…

ચોમાસાનો વરસાદ હમણાં જ શરૂ થયો છે અને પૂરને કારણે આસામ (Assam)માં જનજીવન ખોરવાઈ ગયું છે. અહીની મોટાભાગની નદીઓમાં ઉછાળો આવ્યો છે અને ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. સરકારી આંકડાઓ અનુસાર આસામ (Assam)ના 30 જિલ્લાઓમાં 24 લાખથી વધુ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે. આસામ (Assam) સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, પૂરને કારણે 63,490.97 હેક્ટર પાકની જમીન પણ ડૂબી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે ભૂસ્ખલનને કારણે વધુ બે લોકોના મોત નોંધાયા હતા. આ પછી પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 52 થઈ ગઈ છે. તે જ સમયે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનો લગભગ 70 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે ત્રણ ગેંડા અને 62 હોગ ડીયર સહિત 77 થી વધુ પ્રાણીઓના મોત થયા છે.

હજારો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો હતો…

આસામ (Assam) સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, 30 જિલ્લાઓમાં કુલ 24,20,722 લોકો પ્રભાવિત થયા છે. ધુબરી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. અહીં 7,75,721 લોકો પ્રભાવિત છે. આ પછી, દારાંગમાં 1,86,108, કચરમાં 1,75,231, બરપેટામાં 1,39,399 અને મોરીગાંવમાં 1,46,045 અસરગ્રસ્ત છે. અધિકારીઓએ જણાવ્યું કે 47,103 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં કુલ 15,28,226 પ્રાણીઓ અસરગ્રસ્ત છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં 94 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને અન્ય 50 ને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

225 રસ્તા, 10 પુલ નષ્ટ…

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આસામ (Assam)માં પૂરને કારણે 225 રસ્તાઓ અને 10 પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. દરમિયાન, આસામ (Assam)ના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે ડિબ્રુગઢ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે અમે ડિબ્રુગઢ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે નિષ્ણાતો અને સ્થાનિક રહેવાસીઓની મદદ લઈશું. અધિકારીઓએ જણાવ્યું કે, નાળાઓ બંધ થવાને કારણે ડિબ્રુગઢમાં જળબંબાકાર છે અને બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે ડ્રેનેજમાં સમસ્યા છે.

આ પણ વાંચો : Tripura માં HIV સંક્રમણથી 47 વિદ્યાર્થીઓના મોત, 828 પોઝિટિવ…

આ પણ વાંચો : Hathras Stampede : કોણ છે હાથરસ ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર, પોલીસે કરી ધરપકડ…

આ પણ વાંચો : Hathras દુર્ઘટના બાદ પહેલીવાર સામે આવ્યા ‘નારાયણ હરિ સાકાર’, જાણો શું કહ્યું… Video

Whatsapp share
facebook twitter