Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Crocodile on Road : 8 ફૂટ લાંબા મહાકાય મગરનો જાહેર રસ્તા પર ખોફ, VIDEO થયો વાયરલ

07:11 PM Jul 01, 2024 | Harsh Bhatt

Crocodile on Road : વરસાદની ઋતુ આવતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાઈ જતાં હોય છે. ઘણી વખત નદીઓનું પાણી શહેરોમાં આવી જવના કારણે નદીમાં વસતા જીવ-જંતુ અને પ્રાણીઓ પણ આ નદીના પ્રવાહ સાથે વહીને આવી જતા હોય છે. આ સમયે આવી જ ઘટના હવે સામે આવી છે કે વરસાદના સમયમાં પાણીમાં વસતા મગર (Crocodile) રસ્તા ઉપર દેખાયા છે. આ ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે. મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વચ્ચે રવિવારે રાત્રે એક મગર રોડ પર પેટ્રોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ 8 ફૂટ લાંબા મહાકાય મગરને આમ રસ્તા ઉપર ફરતો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ મગરનો VIDEO હાલ સોશિયલ મીડિયા ઉપર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના રત્નાગિરીનો આ VIDEO હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 8 ફૂટ લાંબો મગર રસ્તા પર અહીં-તહીં ફરે છે. ચિપલુણ વિસ્તારનો આ વિડીયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રસ્તા ઉપર ખુલ્લે આમ આ મહાકાય મગર લટાર મારતો જોવા મળી રહ્યો છે. ચિપલુણના સ્થાનિકોનું આ મુદ્દે કહેવું છે કે, રસ્તા પાસે વહેતી શિવ નદીમાં ઘણા મગરો રહે છે.

આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શિવ નદીમાંથી મગર નીકળીને રોડ પર આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મગરનો આ વીડિયો એક ઓટો રિક્ષા ચાલકે બનાવ્યો છે. વીડિયોમાં અન્ય ઘણા વાહનો પણ જોઈ શકાય છે, જે મગરને જોઈને ત્યાં જ રોકાઈ ગયા છે. ઓટો રિક્ષા ચાલક મગરનો પીછો કરતો અને તેની હેડલાઈટ તેના પર મારતો જોવા મળે છે.

આ પણ વાંચો : સામાજિક કાર્યકર્તા Medha Patkar ને 23 વર્ષ જુના કેસમાં કોર્ટે સંભળાવી જેલની સજા